ઇલ્યાસ શેખ :- સંતરામપુર
સંતરામપુર પ્રતાપુરા વિસ્તારમાં સરકારી કર્મચારીઓના ક્વાર્ટર્સ છેલ્લા 15 વર્ષથી ખંડેર અવસ્થામાં બંધ હોવાથી અસમામાજિક પ્રવૃતિમાં વધારો…
સંતરામપુર તા.21
સંતરામપુર પ્રતાપુરા વિસ્તારમાં સરકારી કર્મચારીઓને રહેણાંક માટે રહેવા માટે તેના હેતુથી 30 જેટલ ગવર્મેન્ટ કોટર્સ બાંધવામાં આવેલા હતા પરંતુ નિવૃત્ત થયા પછી સરકારી કર્મચારીઓ આજ દિન સુધી બીજા કોઈ કર્મચારીઓને ફાળવણી પણ કરવામાં આવેલી ન હતી અને ધીરે ધીરે તમામ કોટર્સ જર્જરી હાલતમાં અને ખંડેર અવસ્થામાં જોવા મળી આવેલું છે સ્ટેટ વિભાગ દ્વારા સંપૂર્ણ જવાબદારી હોય છે પરંતુ સરકારી આટલી મોટી મિલકત હોવા છતાં સુધી તેનો દેખરેખ રાખવામાં આવેલું જ નથી અને આના કારણે આ ક્વોટર્સનો બંધ હોવાના કારણે તેનો ગેર ઉપયોગ થઈ રહ્યો છે રાત્રિના સમયે અને દિવસ દરમિયાનમાં આ ક્વોટર્સમાં દરવાજા તોડી પ્રવેશ કરી અસામાજિક તત્વો તેનો અડ્ડો બનાવી મુકેલો છે પરંતુ બાબતની તંત્ર અજાણ કેમ આટલી મોટી મિલકત હોવા છતાં દિવસ દિવસે આ કોટર્સ માંથી બારી બારણા અને સાધન સામગ્રીની પણ ચોરી થતી હોય છે જ્યારે કેટલાક લોકો કોટર્સ બંધ હોવાના કારણે મોટી સંખ્યા નો કચરાના ઢગલાઓ પણ આ સ્થળ ઉપર કરવામાં આવતા હોય છે સૌથી મોટી વસ્તુ એ છે કે અન્ય કોઈ રહેતું નથી તેમ છતાં મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા વીજ જોડાણ પણ હટાવવામાં આવેલા નથી હજુ સુધી પણ નિવૃત્ત થઈ ગયેલા કર્મચારીઓના લાઈટ બિલ પણ જોવા મળી આવેલા હતા. આવી પરિસ્થિતિ સંતરામપુર વિસ્તારના પરતાપૂરા ગવર્મેન્ટ કોટર્સની જોવા મળી આવેલી છે તંત્ર દ્વારા અગાઉ તેની જર જરી હાલતમાં છે કોઈએ પ્રવેશ કરો નહીં તેઓ માત્ર બોર્ડ લગાવ્યું પરંતુ આજે દિન સુધી કોઈપણ નિરાકરણ આવેલું ન હતું આવા ખંડેર અવસ્થામાં બંધ પડેલા ગવર્મેન્ટ ક્વાર્ટર શો ડિસ્પેન્ટલ જાહેર કરી અને તેને પાડી દઈ ખુલ્લુ મેદાન કરવામાં આવે તો સામાજિક તત્વોની થયેલી ઘેર પ્રવૃતિઓ અટકી શકે છ આવો જગ્યાઓ જોઈને અસામાજિક તત્વો ચોર વિવિધ ગુનેગારો છુપવા માટેનું પણ મોકલો મેદાન મળી રહેતું હોય છે કારણ કે સરકારી મિલકત હોવાના કારણે કોઈ રોકટોક કરી શકતો નથી