Sunday, 08/09/2024
Dark Mode

સંતરામપુર તાલુકાના ઉંબેર ટેકરા પ્રાથમિક શાળામાં શાળા પંચાયતની ચૂંટણી યોજવામાં આવી

December 4, 2022
        2221
સંતરામપુર તાલુકાના ઉંબેર ટેકરા પ્રાથમિક શાળામાં શાળા પંચાયતની ચૂંટણી યોજવામાં આવી

ઇલ્યાસ શેખ :- સંતરામપુર

સંતરામપુર તાલુકાના ઉંબેર ટેકરા પ્રાથમિક શાળામાં શાળા પંચાયતની ચૂંટણી યોજવામાં આવી

સંતરામપુર તા.04

સંતરામપુર તાલુકાના ઉંબેર ટેકરા પ્રાથમિક શાળામાં શાળા પંચાયતની ચૂંટણી યોજવામાં આવી

હાલ સમગ્ર ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે બાળકો મતદાન અંગે જાણકારી મેળવે તેવા હેતુથી ઉંબેર પ્રાથમિક શાળામાં હાલ સંતરામપુર ડી.એલ.એડના તાલીમાર્થીઓની ચાલી રહેલી ઈન્ટર્નશિપ ચાલી રહી છે જેમાં આ કાર્યક્રમના મુખ્ય આયોજક આશિષ બારીઆ અને તેમની તાલીમાર્થીઓની સમગ્ર ટિમ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.

મતદાન કેવી રીતે કરવું તેની સમજણ આપવામાં આવી

​​​​​​​મતદાનએ દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે. ભારતનો નાગરિક 18 વર્ષનો થાય ત્યારે તેને મતદાન કરવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. ત્યારે પ્રથમવાર મતદાન કરવા જતાં યુવા મતદારો ઘણીવાર મતદાન કેવી રીતે કરવું તેની સમજણ ના હોવાના લીધે અસમંજસમાં મુકાઇ જતાં હોય છે. જેને પગલે સરકાર દ્વારા મતદાર જાગૃતિના વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે. જેમાં પ્રથમવાર મતદાન કરવા જતાં યુવા મતદારોને મતદાન અંગે સમજણ આપવામાં આવી રહી છે. જેમાં મતદાન કેવી રીતે કરવું, મતાધિકારનું મૂલ્ય શું છે, અને લોકશાહીમાં મતદાનનું કેટલું મહત્વ છે તે અંગે સમજણ આપવામાં આવી રહી છે. સંતરામપુર તાલુકાના ઉંબેર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં તમામ વિધાર્થીઓને ડેમો મતદાન મથક તૈયાર કરી મતદાનની સમગ્ર પ્રક્રિયાની સમજણ આપવામાં આવી હતી.

ડમી મતદાન મથક ઉભુ કરાયું

જેમાં પ્રાથમિક શાળા ખાતે જ તૈયાર કરાયેલા ડમી મતદાન મથકમાં શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થી મતદારોને એક પછી એક બોલાવીને સમગ્ર મતદાનની પ્રક્રિયા સમજાવી હતી. આ કાર્યક્રમમાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓને ફૂલ હાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું.તેની ખુશીમાં શાળામાં ગરબા તેમજ ટીમલી ડાન્સનું ભવ્ય આયોજન કહેવામાં આવ્યું હતું.આ અંગે શાળાના આચાર્યશ્રી લક્ષ્મણભાઈ ડીંડોર જણાવ્યું હતું કે પ્રથમવાર મતદાન કરવા જતાં યુવા મતદારો કોઈ પણ જાતના ભય વગર મતદાન કરી શકે અને ચૂંટણીઓ પણ ન્યાયિક પ્રક્રિયા દ્વારા યોજાય તો સ્પષ્ટ જનાદેશ વાળી સરકારની રચના થાય. તેને લઈ યોજવામાં આવતા આવા કાર્યક્રમોને પગલે યુવા મતદારોમાં મતદાન અંગે જાગૃતિ આવી શકે છે. આ શાળાની ચૂંટણીમાં વિજેતા બનેલા ઉમેદવારોને ફૂલહાર પહેરાવી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!