સંતરામપુર પાલિકા ચીફ ઓફિસરની આપખૂદી:જાહેર માર્ગો પર ધાર્મિક તોરણ તોડી પાડ્યા.

Editor Dahod Live
1 Min Read

ઈલ્યાસ શેખ, સંતરામપુર 

 

સંતરામપુર પાલિકા ચીફ ઓફિસરની આપખૂદી:જાહેર માર્ગો પર ધાર્મિક તોરણ તોડી પાડ્યા.

સંતરામપુર નગરમાં ગોધરા ભાગોળ લુણાવાડા રોડ જાહેર માર્ગો પર ધાર્મિક તોરણ લગાવવામાં આવેલા હતા.આ તોરણમાં કોઈ પણ પ્રકારનું ચિન્હ હતું નહીં કે ફોટા ફક્ત સાદી પટ્ટી મારેલા હતા. ચૂંટણી પંચ દ્વારા અને જાહેરનામુમાં નિયમોમાં આવું કોઈ ઉલ્લેખ હોતો નથી.તેમ છતાં નગરપાલિકાના ચીફ ઓફિસરે પોતાની મનમાની ચલાવી ધાર્મિક તોરણો તોડાવી નાખેલા હતા. આ બાબતની ની ચૂંટણી અધિકારીને ગ્રામજનો રજૂઆત કરી તેમ છતાં ચીફ ઓફિસરે પોતાનો ઈગો હટ કરવા તૈયાર ન હતા.વર્ષોથી આ રીતે ધાર્મિક તોરણો જાહેર માર્ગો પર લાગેલા જોવા મળી રહેલા હતા.ચૂંટણી પંચનો કે સરકારનો આવો કોઈ પરિપત્ર ન હતો.તેમ છતાંય પોતાની મનમાની ચલાવીને તોરણ તોડી પાડવામાં આવેલા હતા. નગરમાં ચર્ચાનો વિષય બન્યો જે આ ચૂંટણીને કોઈ લાગુ પડતું નથી અને આના ઉપર કોઈ આચારસંહિતા લાગતી નથી. તો પછી કયા કારણોસર પાલિકાના ચીફ ઓફિસર દ્વારા ધાર્મિક ધોરણો તોડી પડ્યા હાલ આને લઈને સ્થાનિકોમાં રોશની લાગણી જોવા મળી રહી છે.

Share This Article