
સુમિત વણઝારા
સંજેલી તાલુકા ખાતે બ્લોક આરોગ્ય મેળાનો પ્રારંભ વિધાનસભા ના દંડક રમેશભાઈ કટારાના હસ્તે પ્રારંભ કરાયો.
દાહોદ જિલ્લાના સંજેલી મુકામે સરકાર દ્વારા બ્લોક આરોગ્ય મેળાનો રાજ્ય સરકારના દંડક રમેશભાઈ કટારાના હસ્તે પ્રારંભ આરોગ્ય કચેરીએ થી કરવામાં આવેલ હતો.
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના પ્રયાસો થકી છેવાડાના માનવીને આરોગ્ય લક્ષી તમામ સેવાઓનો લાભ વધુ અને વધુ તેમજ ની:શુલ્ક મળે તે હેતુ થી આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત સંજેલી તાલુકામાં આરોગ્ય મેળાના પ્રારંભે દંડક રમેશભાઈ કટારા એ જણાવેલ કે આ પ્રકાર ના મેળા થી આ વિસ્તારના તમામ લોકોને આરોગ્ય સેવાઓનો લાભ મળનાર છે.આ આરોગ્ય મેળામાં બીપી, ડાયાબિટિશ, કેન્સર જેવા રોગોનું નિદાન અને સારવાર, જનરલ નિદાન કેમ્પ, યોગ વિષે સમજ, કોવિડ વેક્સિનેસન, આયુષ્યમાન કાર્ડ કઢાવવું જેવી માહિતી આપવામાં આવી હતી. અને હેલ્થ મેળા નો પ્રારંભ કર્યો હતો. લાભાર્થી ઓને આયુષ્યમાન કાર્ડ નું વિતરણ કરવામાં આવ્યું હતું. આશા બહેનો ને પણ શ્રેષ્ઠ કામગીરી અંતર્ગત પ્રમાણપત્ર વિતરણ કરાયું હતું.