
શબ્બીરભાઈ સુનેલવાલા :- ફતેપુરા
ફતેપુરા:દરેક ગામમાં ટીબી ના દર્દીઓને કાર્યકર્તા પદાધિકારીઓએ દત્તક લેવા જોઈએ: રમેશભાઈ કટારા. દંડક શ્રી ગુજરાત વિધાનસભા
ફતેપુરા તાલુકા કક્ષાના હેલ્થ મેળાનો શુભારંભ કરાયો.
ફતેપુરા તા.28
ફતેપુરા તાલુકા કક્ષાનો હેલ્થ મેળા નો શુભારંભ ગુજરાત સરકારના દંડક રમેશભાઈ કટારા ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઇ આમલીયાર પણ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી આરોગ્ય સેવા ની વિસ્તુત માહિતી આપવામાં આવી હતી. આયુષ્યમાન કાર્ડ નું લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું.
દાહોદ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં બ્લોક હેલ્થ મેળાઓનો પ્રારંભ થયો છે. જે અંતર્ગત ફતેપુરા તાલુકામાં ગુજરાત સરકારના દંડક રમેશભાઈ કટારા એ ફતેપુરા થી આરોગ્ય મેળાનો શુભારંભ કરાવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સી.ડી પટેલના માર્ગદર્શન હેઠળ તમામ તાલુકાઓમાં અલગ- અલગ જગ્યાએ આરોગ્ય મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે.
આ આરોગ્ય મેળામાં આરોગ્ય સંભાળ સેવાઓ, વિનામૂલ્યે નિદાન અને સારવાર, હેલ્થ આઇ.ડી. કાર્ડ, આયુષ્યમાન ભારત કાર્ડ, ટેલી કન્સલ્ટેશન, નિરામયા ગુજરાત અંતર્ગત ડાયાબીટીસ, હાઇ બી.પી., મોંઢાના કેન્સરની તપાસ, આંખની તપાસ, દાંતની તપાસ, યોગ અને ધ્યાન વગેરે સેવાઓ આપવામાં આવી હતી. સરકાર દ્વારા આયુષ્યમાન ભારત યોજનાના લાભાર્થીઓના કાર્ડ વિતરણ, નવા કાર્ડ બનાવવા/ રિન્યુ કરવા તેમજ લોકોના આરોગ્ય સુખાકારી માટે બિન ચેપી રોગો અને સંક્રામક રોગોની પ્રાથમિક તપાસ અને આરોગ્યપ્રદ જીવનશૈલી જીવવા માટે રોજિંદા જીવનની જીવન શૈલી કેવી હોવી જાેઇએ તે અંગે જાણકારી પુરી પાડવામાં આવી હતી. કાર્યક્રમ માં જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ એ આરોગ્ય સેવાઓની માહિતી આપી હતી. દંડક અને ફતેપુરા વિધાનસભા ના ધારાસભ્ય રમેશભાઈ કટારા એ જણાવ્યું હતું કે કોરોન