Thursday, 28/03/2024
Dark Mode

સંજેલી સહીત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં રક્ષાબંધનના તહેવારોમાં ભેળસેળયુક્ત માવાની મીઠાઈઓનું ધૂમ વેચાણ થતું હોવાની વ્યાપક ફરિયાદો..

August 21, 2021
        888
સંજેલી સહીત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં રક્ષાબંધનના તહેવારોમાં ભેળસેળયુક્ત માવાની મીઠાઈઓનું ધૂમ વેચાણ થતું હોવાની વ્યાપક ફરિયાદો..

રાજેશ વસાવે :- દાહોદ 

સંજેલીમાં રક્ષાબંધનના તહેવારમાં રાખડીઓની સાથે નકલી માવા મીઠાઇની હાટડીઓ લાગી.

સંજેલી સહીત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં રક્ષાબંધનના તહેવારોમાં ભેળસેળયુક્ત માવાની મીઠાઈઓનું ધૂમ વેચાણ થતું હોવાની વ્યાપક ફરિયાદો..

 લોકોના આરોગ્યના એતો ને ધ્યાને લઇને વિભાગના અધિકારીઓ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી…

રક્ષાબંધનના તહેવારને લઇને સંજેલી નગરમાં હોટલ કરતા પણ સસ્તા ભાવે મીઠાઈઓ પેંડાની હાટડીઓ લગાવી ખુલ્લેઆમ વેચાણ: બુદ્ધિજીવી વર્ગમાં આશ્ચર્ય ફેલાયું 

સંજેલી તા.21

કોરોનાને બીજી લહેરમાં કેટલાય પરિવારોએ પોતાના ભાઈ બહેનના જીવ ગુમાવ્યા છે.જેથી આ વર્ષે રક્ષાબંધનનો તહેવારમાં વેપાર ધંધા ઠપ્પ જોવા હતા.પરંતુ આજે શુક્રવારના રોજ અચાનક ઘરાકી ખુલતા સંજેલી નગરમાં રાખડીઓની હાટડીઓની સાથે સાથે ઠેર ઠેર નકલી માવાની મીઠાઈઓના પેંડા પણ ધૂમ વેચાણ હોટલો તેમજ હાટડીઓ વચ્ચે હરીફાઈનો જંગ જામ્યો ભાઈ બહેનના પવિત્ર બંધનના તહેવારમાં બહેન ભાઈ ને રાખડી બાંધે છે અને ભાઈ બહેનને ભેટ સોગાદની સાથે મીઠાઈ પેંડા જેવી સોગાતો આપે છે.પરંતુ સંજેલીમાં કેટલાક વેપારીઓ પોતાની કમાણી અને સ્વાર્થ ખાતર લાયસન્સ વિના પણ હારજીતમાં પડી હોટલો તેમજ હાટડીઓ ઉપર નકલી વસ્તુઓથી બનાવેલી ચીજવસ્તુઓનું વેચાણ થતું હોવાથી લોકોના આરોગ્ય સાથે ચેડાં થઇ રહ્યા હોવાની સંજેલી નગરમાં ચારેકોર ચર્ચાનો વિષય બન્યો છે.  જેથી વહીવટી તંત્ર દ્વારા આ બાબતે યોગ્ય ધ્યાન લઈ કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી જાગૃત લોકોની માંગ ઉઠવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!