Sunday, 21/12/2025
Dark Mode

સંજેલીના રંગલી ઘાટીમાં મળેલી અર્ધબળેલી લાશનો ભેદ ખુલ્યો;મૃતક લીમડીના કારઠ ગામનો વતની, પોલીસ તપાસ શરૂ.!

December 13, 2025
        8138
સંજેલીના રંગલી ઘાટીમાં મળેલી અર્ધબળેલી લાશનો ભેદ ખુલ્યો;મૃતક લીમડીના કારઠ ગામનો વતની, પોલીસ તપાસ શરૂ.!

મહેન્દ્ર ચારેલ:સંજેલી 

સંજેલીમાં મળેલી અર્ધબળેલી લાશનો ભેદ ખુલ્યો; મૃતક લીમડીના કારાઠ ગામનો રોયલ નાયક

LCB–FSL–ડોગ સ્ક્વોડ ઘટનાસ્થળે; ટેકનિકલ અને CDR વિશ્લેષણથી પોલીસ તપાસ તેજ

ઓળખ છુપાવવા સળગાવાયો હોવાનો અંદાજ; ઘટના સ્થળેથી કોઈ વાહન ન મળતા રહસ્ય વધુ ઘુંટાયું 

પોલીસે પુરાવા એકત્રીકરણ સાથે ટીમો બનાવી; ટેકનિકલ આધારથી ગુનાનો ભેદ ઉકેલવાની દોટ

પેટ્રોલ જેવા જવલનશીલ સળગાવ્યા હોવાની પ્રબળ આશંકા;ઘટનાની ગૂંચવણ ઉકેલવા પોલીસનો તપાસનો ધમધમાટ.

દાહોદ તા.૧૨

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના હીરોલા રંગલીઘાટી વિસ્તારમાંથી ગુરુ ગોવિંદ લીમડી તાલુકાના કારાઠ ગામનો 26 વર્ષીય યુવકનો સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર સાથે ખળભલાટ મચી જવા પામ્યો છે.ઘટનાની જાણ સ્થાનિક પોલીસને થતા સ્થાનિક પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો ત્યારે બીજી તરફ ઘટનાને પગલે ગ્રામજનો પણ સ્થળ પર ઉમટી પડ્યા હતા. લીમડીના કારઠ ગામના આ યુવક સંજેલીના રંગલી ઘાટી સુધી કેવી રીતે પહોંચ્યો,? તેની સાથે શું ઘટના બની હતી.? તે અંગે અનેક ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે.ત્યારે પોલીસની પ્રારંભિક તપાસમાં આ યુવકને પેટ્રોલ જેવા જવલનશીલ પદાર્થ વડે સળગાવી પુરાવાનો નાશ અને ઓળખ છુપાવવા માટેનો હેતુથી કૃત્ય આચર્યો હોવાની પ્રબળ આશંકા વ્યક્ત કરી છે.

સંજેલીના હિરોલા રંગલીઘાટી વિસ્તારના આસપાસના લોકો આજરોજ સવારના સમયે પશુ ચરાવવા માટે વિસ્તારમાં આવેલ જૂનું પીકઅપ સ્ટેન્ડ કોચર વિસ્તારમાં ગયા હતા.જ્યાં તેઓની નજર સળગેલા મૃતદેહ પર પડતા પશુ ચરાવનાર લોકોમાં સ્તબ્ધતા સાથે ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ આસપાસના લોકોને થતા લોકટોળા સ્થળ પર ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવતા બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઇ ડીવાયએસપી અને સંજેલી પોલીસ મથકના પોલીસ કર્મચારીઓ સ્થળ પર દોડી ગયા હતા. જ્યાં પ્રારંભિક તપાસમાં મૃતક યુવકે હાથમાં સ્માર્ટ વોચ (ઘડિયાળ) પહેરેલ છે. સળગેલી હાલતમાં મળી આવેલ આ મૃતદેહ કોનો છે.?તેની સાથે શું ઘટના બની હતી.?સમગ્ર સવાલો વચ્ચે સ્થાનિક પોલીસે મૃતદેહનો કબજો લઈ નજીકના દવાખાને પીએમ માટે રવાના કરી દેવામાં આવ્યા છે. ત્યારબાદ પોલીસની પ્રારંભિક તપાસમાં સળગેલી હાલતમાં મળી આવેલો યુવક ગુરુ ગોવિંદ લીમડી તાલુકાના કરાઠ ગામનો 26 આ રોયલ કીર્તન નાયક હોવાનું સામે આવ્યું છે. 

 લોકલ ક્રાઈમ બ્રાન્ચ, એફએસએલ, પેરોલ ફર્લો, ડોગ સ્ક્વોડ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.બીજી તરફ પોલીસની આ ટીમોએ એફએસએલની મદદથી નમુના એકત્રિત કર્યા હતા, જ્યારે આ કેસની તપાસમાં ડોગ સ્ક્વોડની મદદ લેવાઈ હતી. ગુનાની ગંભીરતા સમજતા ડી.વાય.એસ.પી.ડી.આર પટેલની અધ્યક્ષતામાં, સ્થાનિક પોલીસની ત્રણ અલગ અલગ ટીમો, લીમડી પોલીસની ઝાલોદ પોલીસની એક ટીમ, એલસીબી ની ટીમ, મળી આ ગુનાનો ભેદ ઉકેલવામાં જોતરાઈ હતી.

પેટ્રોલ જેવા જોજવલનશીલ પદાર્થથી લાશ સળગાવ્યો હોવાની આશંકા.?

પોલીસની પ્રારંભિક તપાસમાં આ યુવકની હત્યા કરી પેટ્રોલ જેવા જવલનશીલ પદાર્થ વડે સળગાવી પુરાવાનો નાશ અને ઓળખ છુપાવવા માટેનો હેતુથી આકૃતિ આચર્યો હોવાની પ્રબળ આશંકા વ્યક્ત કરી છે. હાલ પોલીસની પ્રારંભિક તપાસમાં જો અને તોની પદ્ધતિથી કામ થઈ રહ્યું છે પરંતુ ગુનાનો ભેદ ઉકેલવા હવે ટેકનિકલ અને CDR ની મદદ પણ લેવામાં આવી રહી હોવાનું સામે આવી છે. 

મરણ જનાર યુવક રોયલ નાયકનું રંગલીઘાટી કનેક્શન.?

સંજેલીના જંગલ વિસ્તાર કહેવાતા રંગલીઘાટીમાં બસ સ્ટેશન પાછળ થી અર્ધ બળેલી લાશ મળી આવી હતી. જેમાં હવે રહસ્ય ઘુટાઈ રહ્યું છે. લીમડીના કારઠનો 26 વર્ષીય યુવક રોયલ નાયક કારઠથી 35 km દૂર રંગલીઘાટીમાં શું કરી રહ્યો હતો. ઘટના સ્થળેથી પોલીસને કોઈ બાઈક કે અન્ય વાહન મળ્યું નથી. તારે આવા સંજોગોમાં રોયલ કઈ રીતે આ સ્થળે આવ્યો હતો.? તેની સાથે શું ઘટના બની હતી.? કોઈકે હત્યા કર્યા બાદ તેની લાશ આ સ્થળે લાવી ઓળખ છુપાવવા કે પુરાવાનું નાશ કરવા સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. અથવા અહીંયા જ ખૂની ખેલ ખેલવામાં આવ્યો હતો.? કયા કારણોસર આ યુવકની આવી દુર્દશા કરવામાં આવી હતી. તે અંગે હવે રહસ્ય ઘુંટાઈ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!