
કપિલ સાધુ :- સંજેલી
સંજેલી તાલુકાના પ્રતાપપુરા ગામે ઘરની આગળ ઢાળિયામાં બાંધેલા બકરાનું વન્યપ્રાણી દીપડાએ મારણ કરતા સ્થાનિકોમાં ભય ફેલાયો..
પ્રતાપપુરા ગામે આસપાસમાં ડુંગરાળ વિસ્તારમાંથી આવેલા દીપડાએ બકરાનો માલણ કર્યું હોવાનું જણાવતા સ્થાનિકો..
સંજેલી તા.23
સંજેલી તાલુકાના પ્રતાપુરા ગામે ઘર ની આગળ બાંધેલા ઢાળીયા માંથી વન્ય પ્રાણી દીપડાએ બકરાનું મારણ કરતા ચકચાર મચી જવા પામી હતી.જેમાં ગાય ભેંસ બકરી બળદ સહિતના પશુઓને ઘરના આંગણે જ ઘર માલિક દ્વારા બાંધી રાખવામાં આવ્યા હતા ત્યારે આસપાસમાં ડુંગરાળ વિસ્તાર હોય અચાનક ક્યાંકથી દીપડો આવી ચડ્યો હતો ત્યારે તેને બકરાનું માંરણ કર્યું હતું .
પ્રતાપુરા ગામે વન્ય પ્રાણી દીપડા અચાનક બકરા પર હુમલો કર્યો બકરા નું મારણ કર્યું હોવાની ઘરના લોકોને તેમજ આસપાસ લોકોના જાણ થતા દોડધામ મચી જવા પામી હતી. જોકે ઘટના બાબતે સંજેલી વન વિભાગને જાણ કરવામાં આવી હતી ત્યારે વન વિભાગની ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળ પર પહોંચી હતી તેમજ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.વન વિભાગ દ્વારા વન્યપ્રાણી દીપડાએ બકરીનું મારણ કર્યો હોવાની બાબતની તપાસ હાથ ધરી હતી ત્યારે લોકોને પણ ઘરની બહાર રાત્રે ના સૂવાનું તેમજ ડુંગરાળ જંગલ વિસ્તારમાં જવાનું ટાળવા માટે સૂચનો કરવામાં આવ્યા હતા. જેથી કરીને આવા કોઈ વન્ય પ્રાણીથી હુમલો થાય તો બચી શકાય.પરંતુ આવી રીતે દીપડાનું લોકોના રહેણાંક વિસ્તારમાં જ આટા ફેરા થતા હોય બકરા સહિતના પશુનો મારણ કરતા હોવાની વાત વાયુવેગે ફેલાતા લોકોમાં પણ ડર તેમજ ભય નો માહોલ જોવા મળ્યો હતો .