ઇલ્યાસ શેખ :- સંતરામપુર
મહીસાગર જિલ્લા રાષ્ટ્રીય સંયુકત મોરચાએ રાષ્ટ્રીય ઓલ્ડ પેન્શન પુન: સ્થાપન સંયુકત મોરચાએ કલેકટરને આવેદન પાઠવ્યું.
નવી પેન્શન યોજનાના સ્થાને જુની પેન્શન યોજના લાગું કરવા કર્મચારીઓએ માંગ કરી.
કર્મચારીઓ સંઘ કાર્યાલયથી સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી કલેકટર કચેરી લુણાવાડા પહોંચ્યા.
સંતરામપુર તા.04
રાષ્ટ્રીય ઓલ્ડ પેન્શન પુન: સ્થાપન સંયુકત મોરચો મહીસાગર દ્વારા રેલી યોજવામાં આવી.જે લુણાવાડાના મુખ્ય માર્ગ પર થઈ કલેકટર કચેરીમાં અધિક કલેકટરશ્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં જુની પેન્શન યોજના ફરી શરૂ કરવા,સાતમા પગાર પંચના લાભો આપવા, ગ્રેડ પે સહિતનાં પશ્નો બાબતે તાત્કાલિક નિકાલ લાવવા માંગ કરી હતી.
મહીસાગર જિલ્લા રાષ્ટ્રીય સંયુકત મોરચાના અધ્યક્ષ હસમુખભાઈ પટેલ તથા માધ્યમિક શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ દિનેશભાઈ, પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના મહામંત્રી વી.કે.સંગાડા, સંગઠન મંત્રી પ્રદીપ પટેલ, લક્ષ્મણભાઈ પટેલિયા, પ્રભાતસિંહ પરમાર, નવનીતભાઈ પંચાલ સહિતની આગેવાનીમાં રેલીનું સફળ આયોજન થયું હતું.
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રેરિત સંયુક્ત મોરચાની મહીસાગર જિલ્લાની મહારેલીમાં 1500 જેટલાં શિક્ષકો,કર્મચારીઓ જોડાઈ રેલીને સફળ બનાવી હતી.
સંયુક્ત મોરચો મહીસાગરના સંયોજક હસમુખભાઈ પટેલે જણાવ્યું હતું કે સરકારશ્રી દ્વારા અમારી માંગો સત્વરે નહીં સ્વીકારાય તો અમારા આગામી કાર્યક્રમો યથાવત રહેશે.