મહીસાગર જિલ્લાના પાડરવાડા ગામે  કે. એમ .દોશી હાઈસ્કૂલની બાલિકાઓ દ્વારા વૈજ્ઞાનિક મોડલ નિર્માણ કરી જિલ્લા કક્ષાના વિજ્ઞાન મેળામાં રજૂ કર્યું..

Editor Dahod Live
1 Min Read

ઇલ્યાસ શેખ :- સંતરામપુર

  • મહીસાગર જિલ્લાના પાડરવાડા ગામે  કે. એમ .દોશી હાઈસ્કૂલની બાલિકાઓ દ્વારા વૈજ્ઞાનિક મોડલ નિર્માણ કરી જિલ્લા કક્ષાના વિજ્ઞાન મેળામાં રજૂ કર્યું..

સંતરામપુર તા.09

મહીસાગર જિલ્લાના પાડરવાડા ગામે  કે. એમ .દોશી હાઈસ્કૂલની બાલિકાઓ દ્વારા વૈજ્ઞાનિક મોડલ નિર્માણ કરી જિલ્લા કક્ષાના વિજ્ઞાન મેળામાં રજૂ કરવામાં આવ્યું. જે તારીખ 6 અને 7 જાન્યુઆરી કે. એમ .દોશી હાઈસ્કૂલ પાડરવાડા ખાતે યોજવામાં આવ્યું હતું.જેમાં મારી શાળાએ વિભાગ -૪ પરિવહન અને નાવિન્ય અંતર્ગત ઝેરી ગેસ અને વાયુઓનું જાણ કરતું યંત્ર વિકસાવવામાં આવ્યું .જેમાંથી ઘણી બધી હોનારતો તેમજ સમસ્યાઓનું નિવારણ શક્ય હોવાથી માનવજાત માટે આશીર્વાદરૂપ સાબિત થાય તે હેતુથી આ પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યો. જેમાં શિક્ષણના વિચારકો અને વિજ્ઞાનના રસિકો તેમજ નિર્ણાયકશ્રી દ્વારા અમારી કૃતિને રાજ્યકક્ષાએ જવા માટે પસંદગી પામેલ છે .જેમાં કૃતિ બનાવનાર બાળકો બાળ વૈજ્ઞાનિકો અને માર્ગદર્શક શિક્ષક શ્રી સંજયભાઈ કલાલ તેમજ કૃતિ રજૂ કરવાના પ્રેરક અને પ્રેરણાસ્ત્રોત શાળાના આચાર્યશ્રી હર્ષદકુમાર પટેલ દ્વારા સમગ્ર કૃતિને રજૂ કરવામાં સહાયરૂપ થયેલ છે જે ખૂબ જ સરાહનીય કાર્ય છે .

Share This Article