ગૌરવ પટેલ, લીમખેડા
લીમખેડા તાલુકાના મોટી બાંડીબાર ગામે બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરો: સોના ચાંદીના દાગીના મળી 1.50 લાખના મુદ્દામાલ પર હાથફેરો
દાહોદ તા.૧૬
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના મોટી બાંડીબાર ગામે એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી તિજાેરી અને પેટી તોડી અંદરથી સોના ચાંદીના દાગીના વિગેરે મળી કુલ રૂા. ૧,૪૮,૦૦૦ની મત્તાની ચોરી કરી લઈ નાસી જતાં પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
દાહોદ જિલ્લામાં દિન પ્રતિદિન તસ્કરોનો બેફામ બેફામ બની રહ્યાં છે. તસ્કરોની ટોળકી દાહોદ જિલ્લામાં તરખાટ મચાવી રહી છે. તસ્કરો દ્વારા પ્રાથમીક શાળાઓને પણ નિશાન બનાવાતાં શાળા સંચાલકોમાં પણ રોષ ભભુકી રહ્યો છે. તસ્કરો જાણે ખુલ્લે આમ પોલીસ તંત્રને પડકાર આપતી હોય તેમ જિલ્લામાં બેફામ ચોરીઓને અંજામ આપી રહી છે ત્યારે વધુ એક મકાનને તસ્કરોએ નિશાન બનાવતાં વિસ્તારમાં ખળભળાટ સાથે ચકચાર મચી જવા પામ્યો છે. ગત તા.૧૫મી ઓક્ટોમ્બરના રોજ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના મોટી બાંડીબાર ગામે આમલી ફળિયામાં રહેતાં પ્રદિપભાઈ પ્રમોદભાઈ સાધુના બંધ મકાનમાં તસ્કરોએ રાત્રીના કોઈપણ સમયે પ્રવેશ કર્યાેં હતો અને મકાનના દરવાજાનું તાળુ તોડી અંદર પ્રવેશ કરી મકાનમાં મુકી રાખેલ તિજાેરી અને લોખંડની પેટી તોડી અંદર મુકી રાખેલ સોનાનો સેટ, સોનાની ચેઈન, સોનાની બુટ્ટી, સોનાના ઝુમકી, સોનાના કાપ, સોનાની સેલર, ચાંદીના છડા, ચાંદીની વિછુડી વિગેરે મળી કુલ રૂા. ૧,૪૮,૦૦૦ની મત્તાની ચોરી કરી તસ્કરો અંધારાનો લાભ લઈ નાસી જતાં આ સંબંધે પ્રદિપભાઈ પ્રમોદભાઈ સાધુએ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.