લીમખેડા તાલુકા કોર્ટ સંકુલ માં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી

Editor Dahod Live
1 Min Read

ગૌરવ પટેલ, લીમખેડા

 

લીમખેડા તાલુકા કોર્ટ સંકુલ માં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી

આજરોજ લીમખેડા કોર્ટ ના સંકુલ માં નામદાર ગુજરાત હાઇકોર્ટ ના આદેશ અનુસાર તેમજ જિલ્લા મુખ્ય ન્યાયાધીશ સાહેબ દાહોદનાઓના માર્ગદર્શન અને સૂચના મુજબ ૨૧ મી જૂન ૨૦૧૫ થી યોગ ઉત્સવ સમગ્ર દેશમાં ઉજવાઈ છે તે અનુલક્ષીને તા .૨૧/૦૬/૨૦૨૨ ના રોજ સવારના સુમારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે લીમખેડા કોર્ટ સંકુલમાં માન. એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ ,શ્રી બી. એસ.પરમાર સાહેબ .ચોથા .એડી. ડિસ્ટ્રિક્ટ જજ મિર્જા સાહેબ , પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ સાહેબ શ્રી ,સી. એન .મારફતિયા સાહેબ ,એડી. સિવિલ જજ એસ. એસ.પઠાણ સાહેબ ની ઉપસ્થિતમાં સફળતાપૂર્વક યોગ દિવસની ઉજવણી કરવામાં આવેલ .જેમાં લીમખેડા કોર્ટ સ્ટાફ ,લીમખેડા બાર એશોસિયન ના સભ્યો તથા લીમખેડા પોલીસ સ્ટાફ હાજર રહ્યા હતા.

Share This Article