
કપિલ સાધુ, સંજેલી
ડો. શિલપન આર જોષી હાઈ સ્કૂલ સંજેલી ખાતે તાલુકા કક્ષા નો વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : સંજેલી તાલુકામાં વિવિધ સ્થળોએ મોટી સંખ્યામાં લોકોએ કર્યા યોગ
શારીરિક માનસિક સ્વાસ્થ્ય માટે યોગને જીવનશૈલીનો ભાગ બનાવી લેવો જોઇએ
આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સમગ્ર સંજેલી તાલુકો યોગમય બન્યો હતો. વિવિધ સ્થળે યોજાયેલા તાલુકા કક્ષા તેમજ શાળાઓ, ખાતેના યોગ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. યોગ કાર્યક્રમમાં સહભાગી થયા હતા અને ફીટ ઇન્ડિયાની નેમ સાકાર કરવા કટિબદ્ધતા દાખવી હતી. યોગ એ સ્વસ્થ અને નિરામય જીવન માટે અતિઆવશ્યક છે. યોગને આપણી જીવનશૈલીનો ભાગ બનાવી લેવો જોઇએ. ભારતના ઋષિમુનિઓ દ્વારા નિર્મિત યોગ વિદ્યા હવે સમગ્ર વિશ્વમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સંનિષ્ઠ પ્રયાસને કારણે સ્વીકૃત બની છે.
આધુનિક જીવનશૈલીને કારણે શારીરિક પરિશ્રમ ઘટયો છે અને માનસિક તનાવ વધ્યો છે ત્યારે યોગ થકી શારીરિક કષ્ટ દૂર થશે તેમજ માનસિક શાંતિ પણ મળશે. સ્વસ્થ તન અને સ્વસ્થ મન માટે આપણે યોગને દૈનિક જીવનશૈલીનો ભાગ બનાવીને નિયમિત રીતે યોગ કરવા જોઇએ.
સંજેલી તાલુકાની શૈક્ષણિક સંસ્થાઓ તેમજ યોગ સાથે જોડાયેલી સંસ્થાઓ પણ યોગ દિવસની ઉજવણીમાં સામેલ થઇ હતી. વિદ્યાર્થીઓમાં પણ યોગ માટે ઉત્સાહ જોવા મળ્યો હતો અને શાળાના પરિસરમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ યોગ કર્યા હતા મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો.
તાલુકા કક્ષાના કાર્યક્રમમાં સંજેલી તાલુકાના અધિકારીઓ શાળા પરિવાર કર્મચારીઓ, પોલીસકર્મીઓ, વિદ્યાર્થીઓ તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતા.