નીલ ડોડીયાર :- દાહોદ
લીમખેડા તાલુકાના કુંડલી ગામે મકાનમાં આકસ્મિક આગ લાગતા ઘરવખરી બળીને ખાખ:લાખોનું નુકશાન
લીમખેડા તા.17
લીમખેડા તાલુકાના કુંડલી ગામે એક મકાનમાં આકસ્મિક આગ લાગતા ઘરવખરી બળીને ખાક થઈ જવા પામ્યું હતું
પ્રાપ્ત વિગત અનુસાર લીમખેડા તાલુકાના કુંડલી ગામે રોડ ફળિયામાં રહેતા ચૌહાણ નટવરભાઈ દામા ભાઈ ના મકાનમાં આકસ્મિક આગ લાગતા મકાન બળીને ખાખ થઇ ગયું હતું મકાન બળીને ખાખ થઇ જતા મકાઈ ઘઉં ચણા ડાંગર સોના-ચાંદીના દાગીના સહિત ઘરવખરી સામાન કપડા લગતા પરિવારનું સર્વસ્વ આગમાં બળી જવા પામ્યું હતું.
દેવગઢબારીયા થી ફાયર બ્રિગેડના જવાનો પણ કુંડલી ગામે દોડી આવ્યા હતા પરંતુ રસ્તાના અગવડતા ના કારણે ફાયર બ્રિગેડના જવાનો ત્યાં પહોંચી શક્યા નહોતા આસપાસના લોકો આગ હોલવવા માટે દોડી આવી મોટર ચાલુ કરી આગ બુઝાવવા ના પ્રયાસ કર્યા હતા આ ઘટનાની જાણ લીમખેડા તાલુકા વિકાસ અધિકારી એફવી બારીયા તેમજ તાલુકા પંચાયત સભ્ય રાધાબેન કિરણ બારીયા જિલ્લા સભ્ય રમીલાબેન રાવત ઘટના સ્થળે દોડી આવ્યા હતા તાલુકા વિકાસ અધિકારી એફ વી બારીયા તેમજ તલાટી કમ મંત્રી હંસાબેન બારીયા એ જરૂરી પંચકયાસ કરી આગમાં અસરગ્રસ્ત પરિવારને વહેલી તકે સહાય મળે તે માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી