
કપિલ સાધુ :- સંજેલી
સંજેલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારીના વિરોધમાં આપવામાં આવ્યું હતું આવેદન .
સંજેલી તા. 17
સંજેલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ મોંઘવારીના વિરોધમાં સંજેલી મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જાણવા મળતી માહિતી મુજબ આ જ રોજ સંજેલી કોંગ્રેસ કાર્યાલય ખાતે કારોબારી ની સભા બાદ કાર્યકર્તાઓ દ્વારા સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢવામાં આવી હતી
જેમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ અમિતભાઇ ચાવડા ના આદેશ અનુસાર દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ હષઁદભાઇ નીનામાની સુચના મુજબ કેન્દ્ર અને રાજ્ય ની ભાજપ સરકાર દ્ધારા પેટ્રોલ અને ડીઝલ ની સાથે જીવન જરુરિયાત ની ચિજ વસ્તુઓ ઉપર તોતિંગ ભાવ વધારો કરી તેમની અણધણ નીતીના કારણે જાહેર જનતા ને મોઘવારી નો જે માર સહન કરવો પડી રહ્યો છે.તે બાબતે પ્રજા ને પડતી હાલાકી સામે સંજેલી તાલુકા કોંગ્રેસ સમિતિ દદ્ધારા કારોબારી સભા બાદ રેલી સાથે સુત્રોચાર કરી મામલતદાર ને આવેદન પત્ર આપી મોઘવારી ઘટાડવા માં આવે તેવી માંગ કરવા માં આવી.
જે કાર્યક્રમ અંતર્ગત દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ હષઁદભાઇ નિનામા.ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મંત્રી રઘુભાઇ મછાર.ફતેપુરા કોંગ્રેસ પ્રમુખ ગોવિંદભાઇ પરમાર.ઝાલોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ મુકેશભાઇ ડાંગી .તેમજ સંજેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભુરસિંગભાઇ .સોસિયલ મિડીયા પ્રમુખ અનીશભાઇ ડબા સહિત અનેક કોંગ્રેસ પક્ષ ના કાર્યકર્તા ઓ ઉપસ્થિત રહ્યા હતા.