ગૌરવ પટેલ :- લીમખેડા
લીમખેડા તાલુકાના જેતપુર ગામનો બનાવ..હવસખોર યુવકે મિત્રની મદદથી ધોળે દિવસે સગીરાનું બાઈક પર અપહરણ કર્યા બાદ લાજ લૂંટી…
દાહોદ તા. ૩
ધોળે દહાડે લીમખેડા તાલુકાના જેતપુર ગામના એક યુવાને તેના મિત્રની મદદ લઈ નાના હાથીધરા ગામે રોડ પરથી પોતાના ગામની એક સગીરાને મોટર સાયકલ પર બેસાડી અપહરણ કરી જાતિ વિષયક અપશબ્દો બોલી તે યુવક તેણીની મરજી વિરૂધ્ધ બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યાનું જાણવા મળ્યું છે.
લીમખેડાના જેતપુર ગામના ભરવાડ ફળિયામાં રહેતા અંકીતભાઈ ગોપીચંદભાઈ ભરવાડે તેના ફળિયામાં રહેતો તેના મિત્ર રાહુલભાઈ ભેરૂભાઈ ભરવાડની મદદ લઈ તેના ગામનાં કાચલા ફળિયામાં રહેતી અનુસુચિત જનજાતિની ૧૬ વર્ષ ૬ માસની ઉંમરની સગીરાનું તેઓની મોટર સાયકલ પર ગતરોજ સવારે અગ્યાર વાગ્યાના સુમારે બળજબરીથી બેસાડી અપહરણ કરી નાના હાથીધરા ગામે લઈ ગયા હતા અને અંકીતભાઈ ભરવાડે તે સગીરાને જાતિવિષયક અપશબ્દો બોલી અપમાનીત કરી તેને તાબે કરવા માટે જાનથી મારી નાંખવાની ધાકધમકીઓ આપી અંકીતભાઈ ભરવાડે તે સગીરા સાથે તેંણીની મરજી વિરૂધ્ધ બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું.
આ સંબંધે પીડીત સગીરાની માતાએ નોંધાવેલ ફરિયાદને આધારે લીમખેડા પોલિસે જેતપુર(દુ) ગામના અંકીતભાઈ ગોપીચંદભાઈ ભરવાડ તથા રાહુલભાઈ ભેરૂભાઈ ભરવાડ વિરૂધ્ધ ઈપિકો કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬(૨) (એન), ૩૨૩, ૧૨૦(બી), ૫૦૬(૨) તથા પોક્સો એક્ટ કલમ ૪,૬,૮,૧૮ તથા એટ્રોસીટી એક્ટ કલમ ૩(૧) (આર)(એસ), ૩(૨) (૫)(એ) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી બંનેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
——————————–