Tuesday, 21/09/2021
Dark Mode

લીમખેડા તાલુકાના પાલ્લી ગામે નર્સને ફોન કરી KYC અપડેટ કરવાનાં બહાને ગઠિયાએ ખાતામાંથી 1.50 લાખ સેરવી લીધા

July 29, 2021
        2083
લીમખેડા તાલુકાના પાલ્લી ગામે નર્સને ફોન કરી KYC અપડેટ કરવાનાં બહાને ગઠિયાએ ખાતામાંથી 1.50 લાખ સેરવી લીધા

જીગ્નેશ બારીયા :- દાહોદ 

લીમખેડા તાલુકાના પાલ્લી ગામે નર્સને ફોન કરી KYC અપડેટ કરવાનાં બહાને ગઠિયાએ ખાતામાંથી 1.50 લાખ સેરવી લીધા

 ગઢીયાએ કેવાયસી અપડેટ કરાવવાના બહાને નર્સને વાતોમાં ભોળવી એટીએમ કાર્ડના નંબર તેમજ ઓટીપી મેળવી પૈસા ઉપાડી લીધા:લીમખેડા પોલીસે ગુનો નોંધ્યો

દાહોદ તા.૨૯

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પાલ્લી ગામે બેન્કમાં કેવાયસી અપડેટ કરવાનું કહી અજાણી વ્યક્તિએ પાલ્લી ગામે રહેતાં એક ૨૮ વર્ષીય યુવતીના મોબાઈલ પર ફોન કરી યુવતીના એટીએમ કાર્ડના છેલ્લા ૦૬ ડીજીટ નંબર મેળવી તેની પાસેથી ઓટીપી લઈ યુવતીના બેન્ક ખાતામાંથી કુલ રૂા.૧,૫૦,૦૧૭ ઉપાડી લઈ વિશ્વાસઘાત છેતરપીંડી કરતાં પોલીસમાં ફરિયાદ નોંધાયાનું જાણવા મળે છે.

ગત તા.૨૮મી ઓક્ટોમ્બર ૨૦૨૦ના રોજ લીમખેડા તાલુકાના પાલ્લી ગામે રેવન્યું ક્વાટર્સમાં રહેતી અને લીમખેડામાં સી.એચ.સી.માં નર્સ તરીકે ફરજ બજાવતી ૨૮ વર્ષીય પ્રિયંકાબેન ખીમસિંહ ચારેલના મોબાઈલ ફોન પર અજાણી વ્યક્તિનો ફોન આવ્યો હતો અને પ્રિયંકાબેનને કહેલ કે, હું બેન્કમાંથી ઓમપ્રકાશ વર્મા બોલું છું અને તમારા બેન્ક ખાતામાં કેવાયસી અપડેટ કરવાનું છે જેથી તમો તમારા એ.ટી.એમ. કાર્ડના છેલ્લા ૦૬ ડીજીટ નંબર આપો, તેમ જણાવતાં પ્રિયંકાબેને પોતાના એટીએમ કાર્ડના છેલ્લા ૦૬ ડીજીટ નંબર અજાણી વ્યક્તિને આપી દીધાં હતાં આ બાદ પ્રિયંકાબેનના મોબાઈલ પર ઓટીપી કોડ આવ્યો હતો આ ઓટીપી કોડ પણ પ્રિયંકાબેને અજાણી વ્યક્તિને આપી દેતાં અજાણી વ્યક્તિ દ્વારા પ્રિયંકાબેનના બેન્ક ખાતામાંથી કુલ રૂા.૧,૫૦,૦૧૭ ઉપાડી લઈ વિશ્વાસઘાત છેતરપીંડી કરતાં આ સંબંધે લગભગ ૧૦ માસ બાદ પ્રિયંકાબેન ખીમસીંહ ચારેલ દ્વારા લીમખેડા પોલીસ મથકે ગતરોજ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

——————————

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!