લીમખેડા:કોરોના કાળના બે વર્ષ બાદ હોળીના તહેવાર પૂર્વે આમલી અગીયારસનો મેળો ભરાયો

Editor Dahod Live
1 Min Read

ગૌરવ પટેલ :- લીમખેડા 

હોળીના તહેવાર પૂર્વે લીમખેડાના હાથીધરા ખાતે બે વર્ષ પછી આમળી અગિયારસ નો મેળો ભરાયો

લીમખેડા તા.14

કોરોના મહામારીના કારણે બે વર્ષ સુધી સરકાર શ્રી ના આદેશ મુજબ લીમખેડા નો આમળી અગિયારસ નો મેળો બંધ રહ્યો હતો . આ મેળામાં આજુબાજુ ગામના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે .આદિવાસી લોકો મજૂરી કરવા અર્થે બહાર ગામ વસતા હોય છે જેથી તેઓ વતન પરત પહોંચી હોળીના પૂર્વે લીમખેડા ના આમળી અગિયારસ ના મેળાનો આનંદ માણવા મોટી સંખ્યામાં

આવતા હોય છે .આ મેળામાં વાસથી બનાવેલા ટોપલા ,સાવરણા,અનાજમુકવા માટે વાસથી વણેલી કોઠી જેને આદિવાસી બોલીમાં પોહરો કહેવામા આવે છે એના જેવી અનેક ચીજ વસ્તુઓ મેળામાં વેપારીઓ વેચવા લાવતા હોઈ છે .લોકો તેની ખરીદી પણ કરતા હોય છે .

– આ મેળામાં લોકો ઠોલ વગાડીને નાચીને એકબીજાનો આનંદ ઉત્સાહ વધારતા હોઈ છે 

– બે વર્ષ પછી આમળી અગિયારસ નો મેળો ભરાતા વેપારીઓમાં અને લોકોમાં ખુશી ની લહેર પણ જોવા મળી હતી.

Share This Article