Friday, 19/04/2024
Dark Mode

ઝાલોદ શહેરમાં સાઈ મંદિર પાછળના ભાગે સ્થિત આદિવાસી સોસાયટી પ્રાથમિક શાળામાં અનેક સુવિધાઓથી વંચિત કેમ.?

January 21, 2023
        984
ઝાલોદ શહેરમાં સાઈ મંદિર પાછળના ભાગે સ્થિત આદિવાસી સોસાયટી પ્રાથમિક શાળામાં અનેક સુવિધાઓથી વંચિત કેમ.?

દક્ષેશ ચૌહાણ :- ઝાલોદ

 ઝાલોદ શહેરમાં સાઈ મંદિર પાછળના ભાગે સ્થિત આદિવાસી સોસાયટી પ્રાથમિક શાળામાં અનેક સુવિધાઓથી વંચિત કેમ.?

ઝાલોદ શહેરમાં આવેલ સાઈ મંદિર પાછળના ભાગે આવેલ આદિવાસી સોસાયટી પ્રાથમિક શાળાની ફરતે કોટ ન હોવાને કારણે ચારે બાજુ ગંદકીના ઢગલા થતાં શાળામાં આવતા બાળકોના શ્વાસ સાથે ચેડાં

દાહોદ તા.21

ઝાલોદ શહેરમાં આવેલ આદિવાસી સોસાયટી પ્રાથમિક શાળાના બાળકોને મધ્યાન ભોજન તો મળે છે પણ ભોજન કરવાં માટે બેઠક વ્યવસ્થા કે ઓરડા ન હોવાને કારણે શાળાનાં બાળકોને ભોજન કરવાં માટે જ્યાંત્યાં બેસવાનો વારો આવ્યો છે.

 ઝાલોદ શહેરમાં આવેલ સાઈ મંદિર પાછળના ભાગે આવેલ આદિવાસી સોસાયટી પ્રાથમિક શાળા છે જેમાં એક થી આઠ સુધીના બાળકો અભ્યાસ કરે છે આ શાળામાં કુલ 278 થી વધુ બાળકો અભ્યાસ કરે છે ત્યારે આ શાળા રહેણાંક વિસ્તારમાં આવેલ છે તેનાં કારણે આજુબાજુનાં લોકો દ્વારા અનેકવાર શાળાના પ્રિન્સીપાલ ને મૌખિક રજૂઆત કરી હતી કે શાળાની ચારે બાજુ ફરતો કોટ ન હોવાથી ચારે બાજું ગંદકી થતી હોય છે જેનાં કારણે શાળાનાં બાળકોનાં સ્વાસ્થ્ય અને શિક્ષણ પર વિપરીત અસર પડે છે 

ઝાલોદ શહેરમાં આવેલ સાઈ મંદિર પાછળના ભાગે આવેલ આદિવાસી સોસાયટી પ્રાથમિક શાળામાં પ્રાથમિક સુવિધાઓ જેવી કે મધ્યાન ભોજન બનાવવા માટેનો નવો ઓરડો કિચન રૂમ , શાળાનાં બાળકોને બેસીને જમવા માટે કિચન સેડ તેમજ બાળકોને પ્રાર્થનાં માટે સભાખંડ નો પણ અભાવ અને પાણીની સુવિધા માટે બોર મોટર ન હોવાથી પાલિકાના નળ આવતા હોય ત્યારે શાળામાં મુકવામાં આવેલ પાણીની ટાંકી ભરાતી હોય છે ત્યારેજ શાળાના બાળકોને પીવાં નું પાણી મળતું હોય છે અનેકવાર તો પાલિકાના નળ ન આવતાં બાળકો પાણી વગર રહેવું પડે તેવી સ્થિતિ પણ સર્જાઈ છે જેથી શાળામાં અભ્યાસ કરતા બાળકોને પોતાના ઘરેથી પાણી લાવવા માટે મજબૂર બન્યાં છે ત્યારે શાળામાં બનતું મધ્યાહન ભોજનના વાસણો ધોવાતા પાણી નો કોઈ પણ નિકાળ નથી જેથી પાણી આજુબાજુનાં ખાડામાં જતું હોય છે જેથી રોગચાળો ફાટી નીકળે તેવી સ્થિતિ સર્જાતી હોય છે.ઝાલોદ શહેરમાં આવેલ આદિવાસી સોસાયટી પ્રાથમિક શાળાના પ્રિન્સીપાલ દ્વારા અનેકવાર તાલુકા કક્ષાએ અને જીલ્લા કક્ષાએ રજૂઆત કરવા છતાં પણ અધિકારીઓ દ્વારા આંખ આડા કાન કરતા હોય તેવું લાગે છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા મોટી મોટી વાતો કરેછે કે બાળકો દેશનું ભવિષ્ય છે ત્યારે ઝાલોદ શહેરમાં આવેલ સાઈ મંદિર પાછળના ભાગે આવેલ આદિવાસી સોસાયટી પ્રાથમિક શાળામાં અનેક બાળકો અનેક સુવિધાઓથી વંચિત કેમ.?

ઝાલોદ શહેરમાં આવેલ સાઈ મંદિર પાછળના ભાગે આવેલ આદિવાસી સોસાયટી પ્રાથમિક શાળાના પ્રિન્સીપાલ દ્વારા બાળકોના શ્વાસ અને ભવિષ્યનું ચિન્તા કરતા જણાવ્યું કે શાળામાં અનેક પ્રાથમિક સુવિધાઓ સત્વરે પુરી કરવા માટે જવાબદાર અધિકારીઓ ને લેખિતમાં રજૂઆત કરી છે હવે જોવાનું રહ્યું કે સરકારી અધિકારીઓ દ્વારા આ શાળામાં પ્રાથમિક સુવિધાઓ પુરી પાડશે ખરી તેતો જોવાનું રહ્યું આમ આખાં દાહોદ જિલ્લામાં ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!