ઝાલોદ તાલુકાના ગામડી ગામે ઉછીના નાણાં મામલે થયેલા ઝઘડામાં યુવકે એક ઈસમ પર ચાકુ હુલાવ્યો..

Editor Dahod Live
1 Min Read

ઝાલોદ તાલુકાના ગામડી ગામે ઉછીના નાણાં મામલે થયેલા ઝઘડામાં યુવકે એક ઈસમ પર ચાકુ હુલાવ્યો..

દાહોદ તા.૨૯ 

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ગામડી ગામે ઉછીના નાણાં મામલે થયેલ ઝઘડા તકરારમાં એકે ચાકુના ઘા છાતીના ભાગે મારી લોહી લુહાણ કરી ગડદાપાટ્ટુનો માર મારી મારી નાંખવાની ધમકી આપતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.

ગત તા.૨૮મી જુનના રોજ ઝાલોદ તાલુકાના ગામડી ગામે મહુડા ફળિયામાં રહેતાં રમણભાઈ મગનભાઈ ડામોરે ઝાલોદ તાલુકાના થેરકા ગામે થેરકી ફળિયામાં રહેતાં અલ્કેશભાઈ માનસીંગભાઈ મછારને બેફામ ગાળો બોલી કહેલ કે, તું અહીંયા પૈસા લેવા આવ્યો છે, તેમ કહી એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને અલ્કેશભાઈને ચાકુના ઘા છાતીના ભાગે મારી ગડદાપાટ્ટુનો માર મારી લોહી લુહાણ કરી નાંખી મારી નાંખવાની ધમકી આપતાં આ સંબંધે ઈજાગ્રસ્ત અલ્કેશભાઈ માનસીંગભાઈ મછારે ચાકલીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

—————————

Share This Article