
ઇલ્યાસ શેખ :- સંતરામપુર
સંતરામપુર મામલતદાર કચેરીમાં જાતિનું પ્રમાણપત્ર કઢાવવા માટે અરજદારોનો ધસારો…
સંતરામપુર તા.29
સંતરામપુર મામલતદાર કચેરીમાં વાલીઓ અરજદારો બાળકો માટે એડમિશન અને અન્ય કામગીરી નો ઉપયોગ માં લેવા માટે જાતિ અંગેનું પ્રમાણપત્ર કઢાવવા માટે કચેરીમાં ભારે ધસારો જોવા મળ્યો હતો પરંતુ ગુજરાત સરકાર દ્વારા સેવા સેતુ નો કાર્યક્રમ વારંવાર કરવા છતાંય અરજદારોની મુશ્કેલી ઓછી થઇ નથી સવારથી જાતિ અંગેનું પ્રમાણપત્ર કઢાવવા માટે અલગ-અલગ ગ્રામ્ય વિસ્તારોમાંથી અરજદારો કચેરીમાં આવી પહોંચ્યા હતા ગામડે ગામડે સેવા સેતુ નો કાર્યક્રમ કર્યા પછી પણ અરજદારો જાતિ અંગેનું પ્રમાણપત્ર કઢાવવા માટે છેલ્લા આઠ દિવસથી મુશ્કેલી વેઠી રહેલા છે અને આ પ્રમાણેની મોટી સંખ્યામાં ભીડ જોવા મળી રહી છે સંતરામપુર તાલુકાના ઉખરેલી બટકવાડા ખેડાપા ભાણાસીમલ ભંડારા વગેરે સંખ્યાબંધ ગામોમાં અરજદારો મામલતદાર કચેરીમાં જાતિ અંગેનું પ્રમાણપત્ર કઢાવવા માટે ભારે ધસારો જોવા મળ્યો હતો જાતિ અંગેનો પ્રમાણપત્ર કઢાવવા માટે અરજદારને બે થી ત્રણ વાર ધક્કો ખાવો જ પડે ગરમીમાં અરજદારો તડકા માં શેકાયા સવારથી જ આ જ પરિસ્થિતિ જોવાઈ રહેલી છે મામલતદાર કચેરીમાં અરજદારોને મુશ્કેલી ના પડે એ રીતે કામગીરી કરવામાં આવે અને અરજદારોની બેઠક વ્યવસ્થા અને પાણીની પણ સુવિધા પૂરી પાડે અને કામગીરી વહેલી પૂરી કરી અરજદાર ને માંગણી કરી છે.