
રાજેશ વસાવે :- દાહોદ
ઝાલોદ તાલુકાના રળીયાતીભુરા ગામની 23 વર્ષની પરિણીતાને પતિ તેમજ સાસુ સસરા દ્વારા શારીરિક તેમજ માનસિક ત્રાસ ગુજારતા પરિણીતાએ પોલીસમાં કરી રાવ
ઝાલોદ તા.01
ઝાલોદ તાલુકાના રળીયાતી ભુરા ગામની 23 વર્ષીય પરિણીતા ને તેના પતિ તેમજ સાસુ-સસરા દ્વારા ખોટા વહેમ રાખી અવાર-નવાર શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતા સાસરી પક્ષના અમાનુષી અત્યાચાર થી વાજ આવેલી પરિણીતાએ દાહોદ મહિલા પોલીસ મથકના દ્વાર ખખડાવ્યા નું જાણવા મળેલ છે.
ઝાલોદ તાલુકાના પારેવા વડલી ફળિયાની 23 વર્ષીય લક્ષ્મીબેન વાલુ ભાઈ સડીયાભાઈ ભુરીયાના લગ્ન દોઢેક વર્ષ અગાઉ ઝાલોદ તાલુકાના રળીયાતીભુરા ગામના મુનિયા ફળિયાના આશિષભાઈ નરસિંહભાઈ મુનિયા જોડે થયા હતા. લગ્નના છ માસ બાદ પરણિતાના પતિએ પોતાનો પોત પ્રકાશતા મા બેન સમાણી ગાળો બોલી અને પુરુષો સાથે સબંધ હોવાનું વહેમ રાખી તો મને ગમતી નથી તેમ કહી મારઝૂડ કરી શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતાં તેમજ પરણિતાના સસરા નરસિંહભાઈ મુનિયા તેમજ સાસુ પિથાબેન નરસિંહભાઈ ભુરીયા દ્વારા તું અમારા ઘરમાંથી નીકળી જા તેમ કહી ત્રાસ ગુજારતા પતિ તેમાં સાસુ સસરાના ત્રાસથી વાજ આવેલી પરિણીતાએ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા મહિલા પોલીસે પતિ તેમજ સાસુ સસરા વિરૂદ્ધ 498 ક મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.