Friday, 29/03/2024
Dark Mode

સરહદી વિસ્તારોમાં વિદેશી દારૂની રેલમછેલ..ઝાલોદ તાલુકાના ચાકલીયા ગામે પોલીસે એક રહેણાંક મકાનમાં દરોડો પાડી 83 હજાર ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો,મકાન માલિક ફરાર

October 14, 2021
        1899
સરહદી વિસ્તારોમાં વિદેશી દારૂની રેલમછેલ..ઝાલોદ તાલુકાના ચાકલીયા ગામે પોલીસે એક રહેણાંક મકાનમાં દરોડો પાડી 83 હજાર ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો,મકાન માલિક ફરાર

 જીગ્નેશ બારીયા :- દાહોદ 

સરહદી વિસ્તારોમાં વિદેશી દારૂની રેલમછેલ, ઝાલોદ તાલુકાના ચાકલીયા ગામે પોલીસે એક રહેણાંક મકાનમાં દરોડો પાડી 83 હજાર ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો, મકાન માલિક ફરાર

દાહોદ તા.૧૩

 દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ચાકલીયા ગામે પોલીસ એક રહેણાંક મકાનમાં ઓચિંતી પ્રોહી રેડ કરતાં એક મહિલાને ઝડપી પાડી જ્યારે એક ઈસમ નાસી જવામાં સફળ રહેતાં પોલીસે મકાનની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂ તથા બીયરનો કુલ રૂા.૮૩,૫૦૦નો પ્રોહી જથ્થો ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી છે.

 

 ઝાલોદ તાલુકાના ચાકલીયા ગામે બોરસદ ફળિયામાં રહેતાં મલીબેન મનુસુખભાઈ મુનીયાના રહેણાંક મકાનમાં પોલીસે ગત તા.૧૨મી ઓક્ટોમ્બરના રોજ ઓચિંતી પ્રોહી રેડ કરી હતી. રેડ દરમ્યાન પાલીસે મલીબેનની અટકાયત કરી હતી જ્યારે નરેશભાઈ મનસુખભાઈ મુનીયા પોલીસને જાેઈ નાસી જવામાં સફળ રહ્યો હતો. પોલીસે મકાનની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂ અને બીયરની બોટલો નંગ. ૯૪૬ કિંમત રૂા. ૮૩,૫૦૦નો પ્રોહી જથ્થો કબજે કરી ઉપરોક્ત મહિલા સહિત બે જણા વિરૂધ્ધ ચાકલીયા પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

——————————————

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!