સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી એન. વી. રમણાનું સ્મૃતિ ચિન્હ આપી સન્માનિત કરતા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ
એકતાનગર ખાતે બે દિવસીય નેશનલ જ્યુડિશીયલ કોન્ફરન્સ ઓન મીડિએશન એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજીનો આજે રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદે પ્રારંભ કરાવ્યો હતો. આ વેળાએ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ગુજરાત પધારેલા કેન્દ્રીય કાયદા મંત્રી શ્રી કિરણ રિજ્જુ, સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી એન. વી. રમણા, સુપ્રિમ કોર્ટના ન્યાય મૂર્તિઓને સ્મૃતિચિન્હ અર્પણ કર્યા હતા. આ પ્રસંગે સુપ્રિમ કોર્ટના ન્યાયમૂર્તિ શ્રી આર.એમ.શાહ,શ્રી બેલાબેન ત્રિવેદી, મહેસૂલ અને કાયદા મંત્રીશ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા.