સ્વસ્થ આરોગ્ય નિરામય જીવન
મુખ્યમંત્રીશ્રીએ રૂ.૫.૩૧ કરોડના ખર્ચે ખરીદાએલ ૩૬ આરોગ્ય એમ્બ્યુલન્સને લીલીઝંડી આપી
ભુજ, શુક્રવારઃ
આજરોજ રાજયના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વરદ હસ્તે જિલ્લાના મુખ્ય મથક ભુજ ખાતે કુલ ૩૬ આરોગ્ય એમ્બ્યુલન્સને લીલીઝંડી આપી નાગરિકોની સેવામાં અર્પણ કરવામાં આવી હતી.
આ અંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્માએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, વિવિધ ગ્રાન્ટો પૈકી ૧૫માં નાણાપંચની રૂ.૩.૦૨ કરોડની ૨૧, રૂ.૧ કરોડની ડીએમએફ ગ્રાન્ટની ૭, વિકાસશીલ તાલુકાની ગ્રાન્ટમાંથી રૂ.૮૫.૮૧ લાખની પાંચ અને અબડાસા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી બે તેમજ માંડવી ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ૧ થઇને રૂ.૪૩.૧૫ લાખની ૩ આરોગ્ય એમ્બ્યુલન્સ થઇ કુલ ૩૬ એમ્બ્યુલન્સ રૂ.૦૫.૩૧ કરોડના ખર્ચે જિલ્લા પંચાયત દ્વારા ખરીદવામાં આવી છે.
વિસ્તારની દષ્ટિએ હરિયાણા અને કેરળ જેવા રાજયથી પણ મોટા એવા કચ્છ જિલ્લામાં વિશાળ અંતરના કારણે આ એમ્બ્યુલન્સ આરોગ્ય સેવા પુરી પાડવામાં અગત્યનું સાધન બનશે.
સમગ્ર કાર્યક્રમનું સંચાલનશ્રી પંકજ ઝાલાએ કર્યુ હતું.
આ પ્રસંગે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણમંત્રીશ્રી મનસુખ માંડવિયા, વિધાનસભાના અધ્યક્ષશ્રી ડો. નિમાબેન આચાર્ય, શિક્ષણમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, આરોગ્ય અને પરિવાર કલ્યાણમંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ, જિલ્લા પ્રભારીમંત્રી અને શિક્ષણ રાજ્યમંત્રીશ્રી કીર્તિસિંહ વાઘેલા, કચ્છ મોરબી સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારા, જિલ્લા અને તાલુકા પંચાયતની વિવિધ સમિતિઓના ચેરમેન સર્વશ્રી અંજાર ધારાસભ્યશ્રી વાસણભાઇ આહિર, ગાંધીધામ ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરી, અબડાસા ધારાસભ્યશ્રી પ્રધ્યુમનસિંહ જાડેજા, માંડવી મુન્દ્રા ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, ભુજ તાલુકા પંચાયત પ્રમુખશ્રી મંજુલાબેન ભંડેરી, નગરપાલિકા પ્રમુખશ્રી ઘનશ્યામ ઠક્કર, અગ્રણીશ્રી કેશુભાઈ પટેલ, મહેન્દ્રભાઇ પટેલ, કલેકટરશ્રી પ્રવિણા ડી.કે, પશ્ચિમ કચ્છ એસ.પી.શ્રી સૌરભસિંગ, ડીવાયએસપીશ્રી પંડયા, મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ જનક માઢક, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નર, ભુજ ગ્રામ્ય મામલતદારશ્રી વિવેક બારહટ તેમજ આરોગ્ય કર્મીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.