રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા 4 તલાટીઓની બદલીઓનો ગંજીફો ચિપતા કલેક્ટર હર્ષિત ગોસાવી
ગરબાડા મામલતદાર કચેરીના મહેસૂલ વિભાગમાં ફરજ બજાવતા ચાર તલાટીઓની કલેકટર દ્વારા સામુહિક બદલીઓ કરાઈ
ગરબાડા તા.17
ગરબાડા તાલુકાના મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા તલાટીઓની દાહોદ જિલ્લા કલેકટરે વહીવટી કારણોસર બદલીઓ કરી હોવાનું જાણવા મળેલ છે.
દાહોદ કલેકટર ડો. હર્ષિત ગોસાવીએ વહીવટી કારણોસર ગરબાડા મામલતદાર કચેરીમાં મહેસૂલ વિભાગમાં ફરજ બજાવતા તલાટીઓની સામૂહિક બદલી કરી દેતા ચકચાર મચી જવા પામી છે. બદલી કરાયેલા તલાટીઓમાં મામલતદાર કચેરી ગરબાડાના મહેસુલ વિભાગમાં ફરજ બજાવતા તલાટીઓની સામૂહિક બદલી થઈ છે. જેમાં ગરબાડા મામલતદાર કચેરી ખાતે મહેસૂલી વિભાગમાં ફરજ બજાવતા રેવન્યુ તલાટી કેતનભાઈ ચૌધરી નિકુંજભાઈ જમોડ મામલતદાર કચેરી સિંગવડ ખાતે બદલી થઈ તેમજ વિપુલ ભાઈ ચૌધરી અને દીપકભાઈ ભરવાડ ની મામલતદાર કચેરી ખાતે બદલી થઈ છે.
આમ ગરબાડા મામલતદાર કચેરી ખાતે મહેસૂલી તલાટીઓની બદલી થતા તાલુકામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જયારે આ બદલીઓને લઈ મામલતદાર કચેરીના સંકુલમાં કરેલી ચર્ચાઓએ જોર પકડ્યું છે.
