
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા પોલીસે ભે ગામ ખાતેથી વિદેશી દારૂ સાથે બાઈક ચાલકને ઝડપ્યો..
પોલીસે ૪૧,૩૦૪ ના વિદેશી દારૂ સાથે આરોપીને પકડી પાડી જેલ ભેગો કર્યો
#paid pramotion
|| ચાલો ચાલો ક્રિકેટ ટ્રેનિંગ 2023માં ||
આપના બાળકને ઉનાળા વેકેશન દરમિયાન ક્રિકેટની ટ્રેનીંગ માટે મોકલો.. પહેલી એપ્રિલથી contact ajay pal 7046568161
ગરબાડા તા.23
પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા પોલીસ મથકના પી.એસ.આઇ જે એલ પટેલ તેમજ પોલીસ સ્ટાફના માણસો દશરથસિંહ ગોહિલ ચંદ્રકાંત લક્ષ્મણભાઈ તેમજ ઉપદેશભાઈ વિજયભાઈ દારૂની હેરાફેરી અટકાવવા તેમજ પ્રોહીબિશનને પ્રવૃત્તિને નેસ્ત નાબૂદ કરવા માટે ગરબાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ગરબાડા પોલીસને મળેલી બાતમીના આધારે ભે ગામે ડુંગરા ફળિયામાં
મોટરસાયકલ ને ઉભી રખાવી મોટરસાયકલ માં ચેક કરતા થેલા માં ભારતીય બનાવટ નો ઇંગ્લિશ દારૂ ભરેલા મળી આવતા બાઈક ઉપર થેલામાં બીયરની કુલ બોટલ નંગ ૨૧૬ કિંમત રૂપિયા ૨૬,૩૦૪ તથા હેરાફેરી કરવા માટે ઉપયોગમાં લીધેલ મોટરસાયકલ કિંમત રૂપિયા ૧૫૦૦૦( પંદર હજાર) મળે કુલ પોલીસે ૪૧,૩૦૪ નો મુદ્દામાલ જપ્ત કરી બાઈક ચાલકને પકડી પાડી ગરબાડા પોલીસ મથકે લાવી આરોપી ઇશ્વરભાઇ કાજુભાઈ ભુરીયા વિરુદ્ધ પ્રોહીબિશનનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી આમ ગરબાડા પોલીસને દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં સફળતા મળી હતી