více informací o Mastercard casino yeni casinolar pinco casino data-theme="browser">

ગરબાડા તાલુકાના વજેલાવ ભૂતવડ પ્રાથમિક શાળાના આચાર્યને ગ્લોબલ એચીવસૅ એવોર્ડ 2022 એનાયત કરાયો..

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી :- ગરબાડા

ગરબાડા તાલુકાના વજેલાવ ભૂતવડ પ્રાથમિક શાળાના આચાર્યને ગ્લોબલ એચીવસૅ એવોર્ડ 2022 એનાયત કરાયો..

ગરબાડા તા. ૨૮

સંવિધાન દિવસના પાવન અવસર પર સંવિધાન મહોત્સવ અને ગ્લોબલ એચીવસૅ ડૉ. બી. આર. આંબેડકર એવોર્ડ 2022 નુ આયોજન ગોપાલ કિરણ સમાજસેવી સંસ્થા ગ્વાલિયર મધ્યપ્રદેશ દ્વારા તારીખ 27 નવેમ્બર 2022 ના રોજ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન અટીરા કેમ્પસ અમદાવાદ ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના વજેલાવ ગામની ભુતવડ પ્રાથમિક શાળા ના આચાર્ય કિરણસિંહ ચાવડા ને શ્રેષ્ઠ શિક્ષક ગ્લોબલ એચિવર્સ ડો. બી.આર આંબેડકર એવોર્ડ 2022 કૈલાશ ચંદ્ર મીણા ડી. એફ. ઓ .જયપુર રાજસ્થાન ના વરદ હસ્તે તથા આ પ્રસંગે અતિથિ આર. કે. મહેરા સચિવ મધ્યપ્રદેશ શાસન ભોપાલ, ડૉ. સુનિલ કુમાર ક્ષેત્રિય નિર્દેશક કેન્દ્રીય હિન્દી સંસ્થાન અમદાવાદ કેન્દ્ર તેમજ ઓ.પી. અહીરવાર ગૃહ મંત્રાલય ભારત સરકાર નઈ દિલ્હી અને ડો.મોહમ્મદ ઓસામા નેશનલ મોટિ વેટર ઓરિસ્સા હાલ નઈ દિલ્હી તથા સંસ્થાના અધ્યક્ષ શ્રી પ્રકાશ સિંઘ નીમરાજે ની ઉપસ્થિતિમાં જેમાં રાજસ્થાની પાઘડી ,શિલ્ડ, પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.

 આ પ્રસંગે દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ ના ઉપપ્રમુખ અને દાહોદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ ભાવસિંહભાઈ ભાભોર તથા વડવા નિશાળ ફળિયાના આચાર્ય ચરણસિંહ કટારા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Share This Article
right now at casino live

www.applepaycasino.it

casino bonus

daha fazla okuyun pinco casino navštivte casino hry

casino s Apple Pay

zatočení zdarma casino s Mastercard