ગરબાડાના નઢેલાઓના યુવકનું વીજળી પડવાથી મોત થતા સરકાર દ્વારા ચાર લાખનો સહાયનો ચેક અર્પણ કરાયો.

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી,ગરબાડા

 

નઢેલાવ ગામના યુવકનું વીજળી પડવાથી મોત થયું હતું તંત્ર દ્વારા આર્થિક સહાય આપવામાં આવી.

પ્રમુખ દ્વારા મૃતકના પિતાને 4 લાખનો ચેક અર્પણ કર્યો.

 

 

ગરબાડા તાલુકાના નઢેલાવ ગામે ખેતરમાં મકાઈના ડોડા લેવા ગયેલા 23 વર્ષીય યુવક પર 04/09/2022ના રોજ આકાશી વીજળી પડતા તેનું ધટના સ્થળે જ મોત નિપજયું હતું. અચાનક વીજળી પડતા પરિવાર ના યુવકનું મોત થતા આભ તૂટી પડ્યું હતું. ગરબાડા તાલુકા પંચાયતના વહીવટી તંત્ર માનવીય અભિગમ અપનાવી આ પરિવારની વહારે આવી સરકાર શ્રી ની યોજના હેઠળ મૃતક યુવકના પરિવારને આજે 4 લાખ રૂપિયાનો સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.આજે તાલુકા પંચાયત ના પ્રમુખ મનિષાબેન ગણાવા તાલુકા વિકાસ અધિકારી હિરલ પટેલ તેમજ તાલુકા સભ્ય સંદીપભાઈ શૈલેષભાઈ ભાભોર ની ઉપસ્થિતિમાં મૃતક યુવક ના પિતા રમેશભાઈને  રૂપિયા ₹4,00,000 ની આર્થિક સહાય નો ચેક આપવામાં આવ્યો હતો.

Share This Article