
જીગ્નેશ બારીયા:- દાહોદ
ગરબાડા તાલુકાના નાની બોરિયાળીના નરાધમની શર્મનાક કરતૂત.. સાત વર્ષીય બાળા જોડે શારીરિક અડપલાં કરી છેડછાડ:પોલીસ ફરિયાદ નોંધાઈ
દાહોદ તા.૨૯
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નાની બોરીયાલી ગામે એક ઈસમે એક ૦૭ વર્ષીય બાળા સાથે શારિરીક અડપગલા કરી, ખેંચતાણ કરી મારી નાંખવાની ધમકી આપતાં આ અંગેની જાણ બાળાએ પોતાના પરિવારજનોને કરતાં આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવવા પામી છે.
ગત તા.૨૮મી સપ્ટેમ્બરના રોજ નાની બોરીયાલી ગામે ગારી ફળિયામાં રહેતો વિજયભાઈ દિતાભાઈ ભુરીયાએ ગરબાડા તાલુકામાં રહેતી એક ૦૭ વર્ષીય બાળાને મકાનના ધાબા ઉપર લઈ ગયો હતો અને બાળા સાથે શારિરીક અડપગલાં કરી તેણીની ખેંચતાણ કરી બાળાને મારી નાંખવાની ધમકી પણ આપી હતી. આ બાદ ૦૭ વર્ષીય બાળા જેમ તેમ કરી આ ઈસમ પાસેથી છુટી પોતાના પરિવાર પાસે પહોંચી ઉપરોક્ત ઘટનાની સઘળી હકીકત પરિવારજનોને જણવાતાં ૦૭ વર્ષીય બાળાની માતા દ્વારા દ્વારા આ સંબંધે ગરબાડા પોલીસ મથકે વિજયભાઈ દિતાભાઈ ભુરીયા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
——————————