Wednesday, 10/08/2022
Dark Mode

ગરબાડા નગરમાં છોકરી ભગાડી ગયાની અદાવતે ટોળાએ એક વ્યક્તિના મકાનમાં કરી તોડફોડ..

June 25, 2022
        2127
ગરબાડા નગરમાં છોકરી ભગાડી ગયાની અદાવતે ટોળાએ એક વ્યક્તિના મકાનમાં કરી તોડફોડ..

રાહુલ ગારી, ગરબાડા

 

ગરબાડા નગરમાં છોકરી ભગાડી ગયાની અદાવતે ટોળાએ એક વ્યક્તિના મકાનમાં કરી તોડફોડ..

 

દાહોદ તા.૨૫

 

દાહોદ જિલ્લાના ગરબાડા નગરમાં છોકરી ભગાડી જવાને મામલે થયેલ ઝઘડા તકરારમાં ટોળાએ ઘરો ઉપર હુમલો કરી ઘરના નળીયાની, સામાનની તોડફોડ કરી ભારે નુકસાન પહોંચાડતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.

 

ગરબાડા નગરમાં માળ મોહનીયા ફળિયામાં રહેતાં મોહણીયા કુંટુંબના ભાવસીંગભાઈ દલસીંગ, લાલાભાઈ ભાવસીંગભાઈ, સંજયભાઈ ભાવસીંગભાઈ, વિકાસભાઈ પાનસીંગભાઈ, કલીબેન લાલાભાઈ, ટીનાબેન વિકાસભાઈ, સંગીતાબેન સંજયભાઈ વિગેરેનાઓએ એકસંપ થઈ ગેરકાયદેસર મંડળી બનાવી હાથમાં લાકડી તથા પથ્થરો લઈ તેઓના ફળિયામાં રહેતાં ચેનીબેન મંગાભાઈ પરમારને ગાળો બોલી, તે અમારી છોકરીને ફોન આફી છોકરી ભગાડવામાં મદદ કરી છે, તેમ કહી ટોળુ એકદમ ઉશ્કેરાઈ ગયું હતું અને ચેનીબેનના ઘરના નળીયાની તોડફોડ કરી ઘરમાં ઘુસી ગયાં હતાં અને ઘરમાં મુકી રાખેલ સરસામાન વેરવીખેર કરી સુમીબેન પ્રતાપભાઈ પરમાર તથા લસુભાઈ નારજીભાઈ પરમારના ઘરોના ઉપરના નળીયાની તોડફોડ કરી આશરે આઠેક હજારનું નુકસાન પહોંચાડ્યું હતું.

 

આ સંબંધે ચેનીબેન મંગાભાઈ પરમારે ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!