
રાહુલ ગારી, ગરબાડા
ગરબાડા ગ્રામ પંચાયત દ્વારા પ્રિમોન્સુન કામગીરી હાથ ધરવામાં આવી.
તા,૧૭-ગરબાડા.
આવનાર ચોમાસાને ધ્યાનમાં લઇ ગામની ગટરો ઉભરાય નહીં તે હેતુથી ગરબાડા ગ્રામ પંચાયત દ્વારા ગામમાં આવેલો ઓપન ગટરોની સફાઈ હાથ ધરવામાં આવી. ગ્રામ પંચાયત ગરબાડા દ્વારા ગામની ગટર સાફ કરવા માટે બહારથી એક ટીમ બોલાવી અને આજે ગટરોમાં પટેલ માટી અને કચરો સાફ કરવાનું કામ હાથ ધરવામાં આવ્યું. આ ટીમ ગામમાં આવેલી બધી જ ઓપન ગટરોની સફાઈ કરશે. પ્રીમોન્સૂન કામગીરીના ભાગરૂપે દર વર્ષે આ ગટરો માંડેલી માટી બહાર કાઢી તેની સફાઈ કરશે જેથી આવનાર વરસાદમાં ગટરના ગંદા પાણી બહાર ના આવે.