
રાહુલ ગારી, ગરબાડા
ગરબાડા તાલુકાના નીમચ ગામ ખાતે ગ્રામ સભા યોજાય.
સરપંચ દ્વારા નિમચ ગામ અને પ્રાથમિક શાળામાં સીસીટીવી કેમેરા સજ્જ કરવાની નોંધ લેવાય.
પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા તાલુકાના નીમચ ગામ ખાતે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જે ગ્રામ સભામાં પ્રધાનમંત્રી આવાસ યોજના ના pHC ના સબ સેન્ટર કુપોષિત બાળકો અને પેસા એક્ટ અને ગામમાં નલ સે જલ યોજના વિશે નિમચ ગામ માં અને પ્રાથમિક શાળા સીસીટીવી કેમેરા લગાવા પર ભાર મુકવા માં આવ્યો હતો અને કામોની સમીક્ષા ની સાથે તેની પર ચર્ચા કરવામાં આવી જેમાં નીમચ ગામ ના સરપંચ સહિત તાલુકા પંચાયત વિસ્તરણ અધિકારી પી એસ સી સેન્ટર પરથી આરોગ્ય કર્મચારી અને આઈસીડીએસ શાખા માહિતી સુપર સુપરવાઇઝર અને નિમચ પ્રાથમિક શાળાના આચાર્ય સહિત ગ્રામ પંચાયતના સભ્યો અને ગામજનો આ ગ્રામ સભામાં જોડાયા હતા અને ગ્રામ સભા ને પૂર્ણ કરીને ગ્રામસભામાં ઉપસ્થિત લોકોને નાસ્તો કરાવી ને શાંતિપૂર્ણ માહોલમાં ગ્રામસભાને પૂર્ણ કરી હતી.