
વિપુલ જોશી :- ગરબાડા
ગરબાડા પીએસઆઇ પીકે જાદવ નો વય નિવૃત્તિ વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો.
ગરબાડા પીએસઆઇ ની કોરોના કાળમાં ઉત્કૃષ્ઠ કામગીરી રાજ્ય સરકારે બિરદાવી હતી.
ગરબાડા તા.30
ગરબાડા પોલીસ મથકના પીએસઆઈ તરીકે પી.કે જાદવ પાછલા પોણા 2 વર્ષથી ગરબાડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. વય નિવૃત્તિને કારણે આજે તારીખ 30 મી જૂનના રોજ તેઓ નિવૃત્ત થતાં આજે ગરબાડા પોલીસ મથકમાં તેમનો વય નિવૃત્તિ વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.તેમના કાર્યકાળ દરમિયાન તેઓએ લોકડાઉન ના કપરા સમયે પોતાના સગા ભાઈ નું મૃત્યુ થયા બાદ પણ
ગણતરીના કલાકોમાં જ પરત ફરજ પર આવીને કાર્યભાર સંભાળી લેતાં રાજ્ય સરકારે પણ તેમના કામની પ્રશંસા કરી તેમને સન્માનિત કર્યા હતા. તેમજ ગામમાં પણ દરેક નાના-મોટા દરેક વ્યક્તિને મદદરૂપ થવાની અને ન્યાય આપવાની તેમની ભાવના ના કારણે તેઓ આજે પણ ગરબાડાના લોકપ્રિય પી.એસ.આઇ તરીકે ઓળખાઈ છે વિદાય સમારંભના આ કાર્યક્રમમાં પોલીસ મથકના સ્ટાફ સહિત તાલુકાના સરપંચો ગામના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
#Paid pramotion
Contact us :- sunrise public school