
વિપુલ જોશી :- ગરબાડા
ગરબાડા નગરવાસીઓની માગણી પૂર્ણ થવાની આશા એળે ગઈ..
- 15 મા નાણાપંચ અને મનરેગા યોજના અંતર્ગત રામનાથ તળાવના બ્યુટિફિકેશન કરવાની બાબત નું સુરસુરિયું: તળાવ બ્યુટીફિકેશનની કામગીરી એક વર્ષ બાદ પણ અધૂરી
ગરબાડા તા. 30
ગરબાડા નગરમાં મોડા મોડા પણ પ્રજની માગણી સંતોષાય તેમ લાગી રહ્યું હતું ૧૫ માં નાણાપંચ અને મનરેગા યોજના અંતર્ગત રામનાથ તળાવનું બ્યુટીફિકેશન કરવા બાબતની વાતનું સૂરસૂરિયું થયું હોય તેમ લાગી રહ્યું છે આજે એક વર્ષ બાદ પણ કોઇ પણ પ્રકારની કાર્યવાહી સ્થાનિક તંત્ર દ્વારા કરવામાં આવી નથી જે જોતા વહીવટ કર્તાઓ ને ગામના વિકાસ ના કામમાં કોઈપણ પ્રકારનો રસ નથી તેમ લાગી રહ્યું છે
ગરબાડાનુ રામનાથ તળાવ ગામની ઓળખ છે . સફેદ અને ગુલાબી કમળના ફ્લોથી અચ્છાદિત રહેતા આ તળાવના કિનારે ભવ્ય શિવાલય સહિત પાંચથી છ જેટલા મંદિરો આવેલા છે જે તળાવનું બ્યુટીફિકેશન થાય તેવી વર્ષોથી ગ્રામજનોની માંગણી હતી જે બાબતને ધ્યાનમાં રાખી તળાવ ના બ્યુટીફ્લકેશન માટે તાલુકા વિકાસ અધિકારી મિલિન્દ દવે દ્વારા મે 2020 મા ગ્રામ પંચાયત પાસે ૧૫ માં નાણાપંચ તથા મનરેગા યોજના અંતર્ગત તળાવના આયોજન માટે સામાન્ય સભા બોલાવવામાં આવી હતી અને વહેલી તકે ચાલુ વર્ષે જ તળાવના બ્યુટીફીકેશન ની કામગીરી કરવામાં આવશે તેમ તેઓએ જણાવ્યું હતું જે કામોમાં તળાવની પાળ પર ફેન્સિગ પેવર બ્લોક વોકિંગ ટ્રેક લાઇટિંગ અને બેસવા માટે બાંકડાની સુવિધા ઉપલબ્ધ
કરવાની વાત હતી પરંતુ આજે એક વર્ષ બાદ પણ અહીંયા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી ગ્રામ પંચાયતને તો તળાવના ઘાટો આર સી સી રસ્તા ઓ તેમજ વારંવાર તોડફોડ કરી ગટર ના નાળા બદલવા લાખોના ખર્ચે કચરા ડેપો પર કોટ બનાવવા જેવા કામો માં જ રસ છે ઉલ્લેખનીય છે કે આવા કામોમાં ગ્રામ પંચાયત કલાકોમાં જ ઠરાવ કરી નાખે છે જ્યારે જાહેર સોચાલય સ્મશાન મા સુવિધા ઉપલબ્ધ કરાવવી કચરા ડેપો મંદિર પાસેથી અન્ય સ્થળ પર ખસેડવા જેવા કામો માં ગ્રામ પંચાયતને કોઈપણ
#paid pramotion
Contact us :- sunrise public school
પ્રકારનો રસ નહીં હોવાનું જોવા મળી રહ્યું છે જોકે હાલના ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી મહેશ પટેલ ને આ બાબતની જાણ કરતા તેઓએ આ બાબતે ઘટતી કાર્યવાહી કરવા માટે જણાવ્યું છે