Thursday, 25/04/2024
Dark Mode

ગરબાડામાં થોડાક સમય અગાઉ પોલીસ ચોકીની સામે ધમધમતા કતલખાના પ્રકરણમાં પોલીસે બે આરોપીઓને ઝડપી જેલભેગા કર્યા:ત્રણ આરોપીઓ હજી પોલીસ પકડથી દૂર..!!

June 7, 2022
        971
ગરબાડામાં થોડાક સમય અગાઉ પોલીસ ચોકીની સામે  ધમધમતા કતલખાના પ્રકરણમાં પોલીસે બે આરોપીઓને ઝડપી જેલભેગા કર્યા:ત્રણ આરોપીઓ હજી પોલીસ પકડથી દૂર..!!

રાહુલ ગારી :- ગરબાડા

દાહોદ તા.૦૧

દાહોદ જિલ્લાના ગરબાડા નગરમાં પોલીસ ચોકીની સામે કતલખાનું ચલાવતાં એક રહેણાંક મકાનમાં પોલીસે ઓચિંતો છાપો મારતાં ૧૨૦ કિલો જેટલું માસ ઝડપી પાડવામાં આવ્યું છે. આ બનાવમાં પોલીસે માસને એફએસએલ માટે મોકલી આપ્યું હતું જેમાં ગૌમાંસ હોવાનું સાબીત થતાં પોલીસે એક મહિલા સહિત પાંચ ઈસમો વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડના ચક્રોગતિમાન કર્યાં હતા.

જેમાં ગત તારીખ ના રોજ પોલીસે બે આરોપી ઓ ને ઝાડપી લીધાગત તા. ૨૩મી મેના રોજ ગરબાડા પોલીસને મળેલ બાતમીના આધારે ગરબાડા નગરમાં ઘાંચીવાડ વિસ્તારમાં ફકીરમોહમ્મદ સબુરભાઈ શેખના રહેણાંક મકાનમાં ઓચિંતો છાપો મારતાં પોલીસે ૧૨૦ કિલો ગ્રામ કિંમત રૂા. ૧૨,૦૦૦નું માસ ઝડપી પાડ્યું હતું. પોલીસને જાેઈ ફકીરમહોમ્મદ તેની સાથેના રબ્બાની, સાહીલભાઈ સબુરભાઈ શેખ અને રઈશાબેન ફકીરમહોમ્મદ નાસી ગયાં હતાં. પોલીસે ગૌમાંસનૌ જથ્થો એફએસએલ માટે મોકલી આપતાં તેનો રિપોર્ટર ગતરોજ આવ્યો હતો અને આ માંસ ગૌમાંસ હોવાનું રિપોર્ટમાં જણાતાં ગરબાડા પોલીસે મહિલા સહિત ઉપરોક્ત તમામ ઈસમો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં ગત તારીખ ના રોજ બે આરોપી ની અટકાયત કરાઈ હતી અને હજી ત્રણ આરોપી ઓ પોલીસ પકડ થી દૂર છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!