ફતેપુરા તાલુકા પંચાયતમાં ગુજરાત વિધાનસભાના દંડક રમેશભાઈ કટારાએ અધિકારી-કર્મચારીઓ ની લીધેલ રીવ્યુ મિટિંગ લીધી 

Editor Dahod Live
1 Min Read

શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા

ફતેપુરા તાલુકા પંચાયતમાં ગુજરાત વિધાનસભાના દંડક રમેશભાઈ કટારાએ અધિકારી-કર્મચારીઓ ની લીધેલ રીવ્યુ મિટિંગ લીધી 

ફતેપુરા તા.14

ફતેપુરા તાલુકા પંચાયતમાં આજ રોજ ગુજરાત રાજ્યના દંડક શ્રી રમેશભાઈ કટારા મુલાકાત લઈ મિટિંગ યોજી હતી ફતેપુરા ના ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારા ની ગુજરાત રાજ્યના નવીન મંત્રીમંડળની રચના થયા બાદ ફતેપુરા ના ધારાસભ્ય રમેશભાઈ કટારા ની દંડક તરીકે વરણી થયા બાદ આજરોજ પ્રથમવાર તાલુકા પંચાયતની મુલાકાત લેતા તાલુકા પંચાયત ના તાલુકા વિકાસ અધિકારી જગતસિંહ ઠાકોર દ્વારા ફુલહાર કરી આવકાર આપ્યો હતો ત્યારબાદ ગુજરાત રાજ્યના દંડક શ્રી રમેશભાઈ કટારા એ તાલુકા વિકાસ અધિકારીની ચેમ્બરમાં તાલુકા પંચાયતના તમામ કર્મચારીઓને રીવ્યુ મીટીંગ લઈ વિકાસના કામોમાં ગતિ લાવવા અને ઝડપથી કાર્ય કરવા વગેરે અંગેની સૂચનાઓ આપેલ હતી આ મિટિંગમાં મામલતદાર શ્રી પી એન પરમાર તાલુકા વિકાસ અધિકારી જગતસિંહ ઠાકોર તેમજ તાલુકા પંચાયતના વિવિધ શાખાના અધ્યક્ષ શ્રી ઓ અને કર્મચારી ઞણ હાજર રહ્યા હતા

Share This Article