ફતેપુરામાં ખાનગી દવાખાનામાં શોર્ટ સર્કિટથી આગ લગતા નાસભાગના દ્રશ્યો સર્જાયા,આગના બનાવમાં તબીબ ને 20 હજારનો નુકસાન…

Editor Dahod Live
1 Min Read

શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા 

ફતેપુરા ખાનગી દવાખાનામાં આગ લાગતા મચેલી ભાગદોડ,શોર્ટ સર્કિટથી આગ લાગતા દવાખાનામાં આશરે ૨૦ હજારનું નુકશાન

સમાજ સેવક ઈલિયાસભાઈ ભાભોર સર્વિસ વાયર ને કાપી નાખતા વધુ નુકસાન થતું અટક્યું

ફતેપુરા તા.10

 ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા રોડ પર સવારના સમયે અચાનક આગ લાગતા દવાખાનામાં દોડધામ મચી જવા પામી હતી મળતી માહિતી અનુસાર આજરોજ સવારના સમયે ડોક્ટર ચારેલ ના ખાનગી દવાખાનામાં શોર્ટ સર્કિટથી આગ લાગતા દવાખાનામાં હડકંપ મચી જવા પામી હતી તેમજ દર્દીઓમાં ગભરાટ ફેલાઈ જવા પામ્યો હતો બનાવની જાણ થતાં અને દવાખાને નજીક રહેતા સામાજિક કાર્યકર્તા ઈલિયાસભાઈ ભાભોર ને ઘટનાની જાણ થતા તાત્કાલિક દવાખાને દોડી જઇ સર્વિસ વાયર ને કાપી નાખતા વધુ નુકસાન થતા અટકી જવા પામ્યો હતો ખાનગી પાણી નો મારો કરતા આગ કાબૂમાં આવી જવા પામી હતી ખાનગી દવાખાનામાં આશરે ૨૦ હજારનું નુકસાન થવા પામેલ છે જોકે કોઇ જાનહાની થઇ નથી

Share This Article