
શબ્બીર સુનેલવાલ :-ફતેપુરા
ફતેપુરા તાલુકાના પીપલારા ગામના ડોક્ટર અશ્વિન ભાઈ પારગી ને ભાજપ આદિવાસી મોરચાના ગુજરાત પ્રદેશ ના ઉપપ્રમુખ તરીકે થયેલ વરણી
ફતેપુરા નગર સહિત પીપલારા ગામે કાર્યકર્તાઓમાં ઉત્સવ જોવા મળ્યા
ફતેપુરા તા.09
ગુજરાત રાજ્યના પ્રદેશ ભાજપ દ્વારા ભાજપનાવિવિધ સેલો ના ઉપપ્રમુખ મહામંત્રી અને વિવિધ હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવતાં ફતેપુરા તાલુકાના પીપલારા ગામના રહેવાસી અને ભાજપ સંગઠનમાં અનેક પદો પર ભૂતકાળમાં સફળતાપૂર્વક કામગીરી કરેલ અને દાહોદ જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ તેમજ ફતેપુરા ગ્રામ પંચાયત ના પૂર્વસરપંચશ્રી ની સફળતાપૂર્વક કામગીરી કરી ચૂકેલા એવા ભાજપના કાર્યકર્તા ડોક્ટર અશ્વિનભાઈ પારગી ની ભાજપ આદિજાતિ મોરચા ગુજરાત પરદેશના ઉપપ્રમુખ તરીકે વરણી થતા ફતેપુરા નગર તેમજ પીપલારા મુકામે ભાજપના કાર્યકર્તાઓ માં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો નવનિયુક્ત થયેલ ભાજપ આદિજાતિ મોરચા ઉપપ્રમુખ ડોક્ટર અશ્વિનભાઈ પારગી ને આ વિસ્તારના ધારાસભ્ય રમેશભાઈ કટારા અને કાર્યકર્તાઓએ ફુલહાર કરી એકબીજાને પેંડા ખવડાવી અભિનંદન પાઠવ્યા હતા