Friday, 26/04/2024
Dark Mode

દાહોદમાં યુવકને પ્રેમ સબંધમાં મળ્યું મોત:પ્રેમીને મળવા બોલાવ્યા બાદ યુવતીના પિતા અને ભાઈએ યુવાનને મોતને ઘાટ ઉતાર્યો,

August 24, 2021
        15885
દાહોદમાં યુવકને પ્રેમ સબંધમાં મળ્યું મોત:પ્રેમીને મળવા બોલાવ્યા બાદ યુવતીના પિતા અને ભાઈએ યુવાનને મોતને ઘાટ ઉતાર્યો,

બાબુ સોલંકી :- સુખસર 

પ્રેમીને મળવા બોલાવ્યા બાદ યુવતીના પિતા અને ભાઈએ યુવાનને મોતને ઘાટ ઉતાર્યો

પ્રેમી સાથે આવેલા મિત્ર પર પણ લાકડીના ફટકા માર્યા

પ્રેમિકાએ મેસેજ કરી યુવાનને સાગડાપાડા ગામે મળવા બોલાવ્યો હતો

યુવતીના પિતા અને ભાઈ સામે હત્યાનો ગુનો દાખલ

( પ્રતિ નિધિ ) સુખસર,તા.24

 મરણજનાર યુવકનું ફાઇલ ફોટો 

ફતેપુરા તાલુકાના મારગાળા ગામ ના 22 વર્ષીય યુવાનને સાગડાપાડા ગામની યુવતીએ મોબાઈલ દ્વારા મેસેજ કરી મળવા બોલાવ્યા બાદ યુવતીના પિતા તથા ભાઇએ બે યુવાનોને લાકડીઓના માથામાં તથા શરીરે આડેધડ ફટકા મારી જીવલેણ ઈજાઓ પહોંચાડતા એક યુવાનનું દાહોદ ખાતે સારવાર દરમિયાન મોત નિપજતા યુવતીના પિતા તથા તેના ભાઈ સામે સુખસર પોલીસ સ્ટેશનમાં કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

 

જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના મારગાળા ગામના બારીયા ફળિયામાં રહેતા સમસુભાઈ કિકલાભાઈ બારીયાના પુત્ર સંજયભાઈ બારીયાને સાગડાપાડાના ઉભાપાણ ફળિયામાં રહેતા દિનેશભાઈ ફુલજીભાઈ ચરપોટની પુત્રી શિવાની સાથે પ્રેમ સંબંધ હોય શિવાનીએ સંજયભાઈ બારીયાને મોબાઈલથી મેસેજ કરી મળવા માટે બોલાવ્યો હતો.જેથી સંજયભાઈ ગતરોજ સાંજના 6 વાગ્યાના અરસામાં તેના કુટુંબી ભાઈ મેહુલને સાથે લઈ સાગડાપાડા ગામે ગયો હતો. અને શિવાનીના ઘરથી થોડે દૂર શિવાની તથા સંજય થોડીવાર વાતચીત કર્યા બાદ સંજય તથા મેહુલ શિવાનીને મુકવા ઘરે જતા સમયે સાગડાપાડા ગામે પુલ પાસે શિવાની ના પિતા દિનેશભાઈ ફુલજીભાઈ ચરપોટ તથા શિવાનીનો ભાઈ શિવરાજ દિનેશ ચરપોટનાઓ લાકડી ઓ લઈ ઉભેલા હતા.તેવા સમયે સંજય,મેહુલ તથા શિવાની મોટરસાઇકલ ઉપર આવતાજ દિનેશ ફુલજી ચરપોટે સંજયના માથામાં લાકડીનો ફટકો મારતા સંજય,મેહુલ તથા શિવાની મોટરસાયકલ ઉપરથી નીચે પડી ગયા હતા.ત્યારબાદ દિનેશ ચરપોટ તથા શિવરાજ ચરપોટે સંજય તથા મેહુલને માથામાં તથા શરીરે લાકડીઓના આડેધડ ફટકારી જીવલેણ ઈજાઓ પહોંચાડી હતી. ત્યારબાદ આ બંને ઈજાગ્રસ્તોને ઝાલોદ ખાનગી દવાખાનામાં લઈ જવામાં આવ્યા હતા.પરંતુ ત્યાંના તબીબે સારવાર કરવાની ના પાડતા દાહોદ ખાનગી દવાખાનામાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ગંભીર ઇજાગ્રસ્ત સંજયભાઈ રમસુભાઇ બારીયા ઉંમર વર્ષ 22 નું સારવાર દરમિયાન મોત નિપજવા પામેલ હોવાનું જાણવા મળે છે.

ઉપરોક્ત બનાવ સંદર્ભે મૃતક સંજયના પિતા રમસુભાઈ કિકલા ભાઈ બારીયાએ સુખસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા સાગડાપાડા ઉભા પણ ફળિયાના રહેવાસી દિનેશભાઈ ફુલજીભાઇ ચરપોટ તથા શિવરાજ દિનેશભાઈ ચરપોટની વિરુદ્ધમાં હત્યાનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!