Sunday, 08/09/2024
Dark Mode

ફતેપુરાના ઘુઘસ ગામે બે વર્ષીય બાળકનું અપહરણ કરનાર કુટુંબી દિયર સહિતના આરોપીઓને ફતેપુરા પોલીસે ઝડપી જેલ ભેગા કર્યા

July 20, 2021
        1854
ફતેપુરાના ઘુઘસ ગામે બે વર્ષીય બાળકનું અપહરણ કરનાર કુટુંબી દિયર સહિતના આરોપીઓને ફતેપુરા પોલીસે ઝડપી જેલ ભેગા કર્યા

શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા 

ફતેપુરા પી. એસ. આઇ .સી. બી .બરડા એ અપહરણના ગુનેગારોને ગણતરીના જ કલાકોમાં ઝડપી પાડયા

ફતેપુરા તા.20

 ફતેપુરા પોલીસ ને ઉપલા અધિકારીઓ દ્વારા આવી રીતના મહિલા છેડતી અને અપહરણના ગુનેગારોને શોધી કાઢવા માટે ના આદેશ અનુસાર ફતેપુરા ના ઘુઘસ માં બનેલ અપહરણના ગુનેગારો અને મહિલાની છેડતી કરનાર ગુનેગારોને ગણતરીના જ કલાકોમાં સુધી સરાહનીય કામગીરી કરી છે

ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામે ખુટા ફળિયામાં રહેતા અને ખેતીવાડી કરીને પોતાનું ગુજરાન ચલાવતા ચીમનભાઈ રામાસિંગભાઈ પારગીની પત્ની તેમજ તેની બે વર્ષની દીકરી જોડે રહેતા હતા ચારેક મહિનાથી પોતાના જ કુટુંબના અને તેના જ પરીવારના દીયરે ભાભી સાથે બિભત્સ માંગણીઓ અને છેડતી કરતો હતો પોતાની આબરૂ સાચવવા ડરે ભાભી કોઈને આ વાત ની જાણ કરતી નહતી નછૂટકે વધુ હેરાન-પરેશાન કરવા થી તેને તેના સાથે બનેલી ઘટના તેના પતિને કહેતા પતિ અને તેના માતા-પિતા સાથે ફતેપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા આવ્યા હતા તે સમય દરમિયાન તેની બે વર્ષની દીકરી તેમની નણંદ પાસે મુકીને આવ્યા હતા ત્યારે આ બે વર્ષની દીકરીનું અપહરણ આનંદભાઈ મનજીભાઈ પારગી અને તેના સાથીઓ દ્વારા અપહરણ કરીને લઈ ગયા હતા તેની જાણ તેની નણંદે કરતા ફતેપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ફતેપુરા પી .એસ .આઇ સી .બી .બરંડા અને તેમના સ્ટાફે વોચ ગોઠવી ઉપલા અધિકારીઓ સાથે કોન્ટેક કરી મંજૂરી થી રાજસ્થાનના હેન્ડ ગડુલી ગામે પોલીસની ટીમ સાથે ખાનગી વાહન લઈ છટકું ગોઠવીને આરોપીઓને પકડી પાડયા હતા ભોગ બનનાર બાળકીને આરોપીઓના સકનજા માંથી મુક્ત કરાવી સહી સલામત રીતે પરત મેળવી ગણતરીના કલાકોમાં જ સફળતા મળી હતી જ્યારે આરોપી આનંદભાઈ મલજીભાઈ પારગી તથા પ્રકાશભાઈ હકરાભાઈ પારગી તથા પપ્પુભાઈ ચીમનભાઈ પારગી ને ઝડપી પાડયા હતા અને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા હતા અને વધુ તપાસ પોલીસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!