Wednesday, 23/04/2025
Dark Mode

ફતેપુરા તાલુકાના ભીતોડી પ્રાથમિક શાળામાં વન્ય જીવ પ્રાણી સપ્તાહની ઉજવણી કરાઈ

October 5, 2023
        1833
ફતેપુરા તાલુકાના ભીતોડી પ્રાથમિક શાળામાં વન્ય જીવ પ્રાણી સપ્તાહની ઉજવણી કરાઈ

બાબુ સોલંકી :- ફતેપુરા

ફતેપુરા તાલુકાના ભીતોડી પ્રાથમિક શાળામાં વન્ય જીવ પ્રાણી સપ્તાહની ઉજવણી કરાઈ

લોકો વન્ય પ્રાણીઓનું રક્ષણ કરતાં થાય તથા લુપ્ત થતી જાતિઓ પ્રત્યે લોકો જાગૃતિ કેળવે અને રક્ષણ કરતા થાય તે હેતુથી વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે

ગજરાતમાં ૨૪ અભ્યારણો અને ૪ રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે

 સુખસર,તા.૫

 ફતેપુરા તાલુકાની ભીતોડી પ્રાથમિક શાળામાં આજરોજ વન્યજીવ પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં વન્યજીવ પ્રાણી સપ્તાહ ઉજવવાના હેતુ વિશે ઉપસ્થિત લોકોને માહિતગાર કરાયા હતા.સૌપ્રથમ ૧૯૫૨ માં તેનો વિચાર મૂકવામાં આવ્યો હતો.અને ૧૯૭૨ થી વન્ય પ્રાણી સપ્તાહ ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી.આ દિવસની ઉજવણીનો હેતુ લોકો પ્રાણીઓનું રક્ષણ કરતા થાય અને લુપ્ત થતી જાતિઓ પ્રત્યે લોકો જાગૃતતા કેળવે અને રક્ષણ કરતા થાય તથા વન્ય પ્રાણીઓ માનવ જીવન માટે કેટલા ઉપયોગી છે તે વિશે જાણકારી આપવામાં આવી હતી.જો પ્રાણીઓનું રક્ષણ કરવામાં નહીં આવે તો પ્રકૃતિની સંતુલન જોખમમાં હોવાનું જણાવ્યું હતું.સાથે-સાથે ભારતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય અલીપુર કલકત્તામાં આવેલું છે.સૌથી જૂનું પ્રાણી સંગ્રહાલય જુનાગઢમાં સકરબાગ પ્રાણી સંગ્રહાલય છે.ગુજરાતમાં ૨૪ અભ્યારણો અને ૪ રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે. આપણી આજુબાજુ કોઈ હિંસક પ્રાણી દેખાય તો વન વિભાગને જાણ કરવા તથા કોઈ વન્ય હિંસક પ્રાણી નુકસાન કરે તો તેની ખાતરી કર્યા બાદ યોગ્ય વળતર આપવામાં આવતું હોવા બાબતે માહિતી શાળા આચાર્ય અને વન વિભાગમાંથી ઉપસ્થિત પારગી દ્વારા આપવામાં આવી હતી. ત્યારબાદ વન વિભાગ દ્વારા જુદી-જુદી શાળાઓમાં ચિત્ર સ્પર્ધા,વકૃત્વ સ્પર્ધા,નિબંધ સ્પર્ધાઓ યોજવામાં આવે હતી.જેના ભાગરૂપે ભીતોડી પ્રાથમિક શાળામાં આ તમામ સ્પર્ધાઓ યોજવામાં આવી જેમાં મોટી સંખ્યામાં બાળકોએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો હતો. ભાગ લેનાર તમામ સ્પર્ધાઓમાં વિજેતા બાળકોને પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર બાળકને દોઢસો રૂપિયા બીજા નંબરને એક સો અને ત્રીજા નંબરને ૫૦ રૂપિયા રોકડ રકમ વન વિભાગ દ્વારા આપવામાં આવી હતી.તથા સમગ્ર કાર્યક્રમમાં ૧૮૫ બાળકો ૬ શિક્ષકો વન વિભાગના પ કર્મચારીઓ અને ગામમાંથી વન મંડળીના ૧૧ સભ્યો મળી કુલ ૨૦૭ જેટલા લોકો ઉપસ્થિત રહીને આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!