
બાબુ સોલંકી :- ફતેપુરા
ફતેપુરા સરકારી આઇ.ટી.આઇ ના બાંધકામ માટે બાવાની હાથોડ ખાતે તંત્ર દ્વારા સર્વે કરાયું
પાંચેક વર્ષ અગાઉ બાવાની હાથોડમાં ચારેક વાર સર્વે કરવા છતાં આઈ.ટી.આઈ નુ બાંધકામ હાથ ધરાયું ન હતું
હાલ કરવામાં આવેલ સર્વે મુજબ કામગીરી થાય તો બે વર્ષમાં આઈ.ટી.આઈ મકાન તૈયાર થશે નું જણાવતા જવાબદારો
બલૈયા,તા.૫
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે હાલ સરકારી આઈ.ટી.આઈ ચલાવાઇ રહી છે.અને આઈ.ટી.આઈ માટે પૂરતી જગ્યા ન હોવાના કારણે અન્ય કોઈ જગ્યાએ આઇ.ટી.આઇ નું બાંધકામ કરી કુશળ કારીગરો તૈયાર કરવા માટે લાગતા- વળગતા તંત્રો છેલ્લા પાંચેક વર્ષથી જગ્યાની શોધમાં છે.અને તેમાં પણ ચારેક વાર પાંચ વર્ષ અગાઉ જમીનનો સર્વે બાવાની હાથોડ ખાતે કરવામાં આવેલ હતુ પરંતુ ત્યાં કોઈ કારણોસર તે જગ્યા પર આઈ.ટી.આઈ નું બાંધકામ થઈ શકેલ નથી.ત્યારે આજરોજ નવેસરથી સર્વે કરી આઇ.ટી.આઇ નું બારીયાની હાથોડ ખાતે અન્ય સર્વે નંબરમાં કરવામાં આવેલ હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલ વિગતો મુજબ ફતેપુરા ખાતે ચાલતી સરકારી આઈ.ટી.આઈ ના બાંધકામ માટે આજરોજ તલાટી કમ-મંત્રી,આર એન્ડ બી વિભાગ દાહોદ,ફતેપુરા આઈ.ટી.આઈ પ્રિન્સિપાલ તથા સર્વેયરની રૂબરૂમાં બાવાની હાથોડ ખાતે આવેલ રે.સ.ન. ૧૨૫/૦૧ માં સર્વે કરવામાં આવેલ હોવાનું જાણવા મળે છે.અને વહેલી તકે ફતેપુરા તાલુકા આઈ.ટી.આઈ મકાન બાંધકામનું કામગીરી શરૂ કરવામાં આવશે તેમ જાણવા મળે છે.
ફતેપુરા આઈ.ટી.આઈના બાંધકામ માટે સર્વે કામગીરી હાથ ધરાઈ છે. :- એમ.યુ.કટારા,પ્રિન્સિપાલ, આઈ.ટી.આઈ ફતેપુરા
બાવાની હાથોડ ખાતે ફતેપુરા આઈ.ટી.આઈ ના બાંધકામ માટે સર્વે કરેલ છે.અને ટૂંક સમયમાં આઈ.ટી.આઈ બાંધકામની કામગીરી શરૂ કરી દઈશું.અને આઈ.ટી.આઈ મકાનનું બાંધકામનુ બે વર્ષમાં કામ પૂર્ણ થઈ જશે.