
બાબુ સોલંકી, સુખસર
ફતેપુરા તાલુકાના કાળીયા વલુંડા ગામે પોતાના જ બળદે 55 વર્ષીય વૃદ્ધનો જીવ લીધો…
ફતેપુરા તાલુકાના કાળીયા વલુડા ગામે પોતાના બળદને એક જગ્યાએથી બીજી જગ્યાએ બાંધવા લઈ જતા સમયે વૃદ્ધને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.
ફતેપુરા દવાખાનામાં પ્રાથમિક સારવાર બાદ ગંભીર ઇજાગ્રસ્ત વૃદ્ધને અમદાવાદ ખસેડતા સારવાર દરમ્યાન મોત નીપજ્યું.
સુખસર,તા.15
ફતેપુરા તાલુકાના કાળીયા વલુંડા ગામે એક ખેડૂતે પોતાના પાળેલા બળદને એક જગ્યાએથી બીજી જગ્યાએ બાંધવા લઈ જતા સમયે બળદે ખેડૂતને શીંગડે ભેરવી પગો વડે ગંભીર ઇજાઓ પહોંચાડતા તાત્કાલિક ફતેપુરા દવાખાનામાં સારવાર બાદ ગંભીર ઇજાગ્રસ્ત વૃદ્ધને અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન વૃદ્ધનું મોત નીપજવા પામેલ હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના કાળીયા વલુંડા ગામે રહેતા વેચાત ભાઈ નાથાભાઈ બરજોડ (ઉંમર વર્ષ 55 )ખેતીવાડી તથા પશુપાલન કરી પોતાના ઘરનું ગુજરાત ચલાવતા હતા. જેઓને પોતાના પાલતુ બળદને એક જગ્યાએથી છોડી બીજી જગ્યાએ બાંધવા લઈ જતા સમયે બળદે અચાનક પાછળથી શિંગડા વડે ઊંચકીને નાખી દીધા હતા.ત્યારબાદ આ બળદે વેચાતભાઈ બરજોડને પગો વડે કચરતા ગંભીર ઇજાઓ પહોંચવા પામી હતી.જેને લઇ વૃદ્ધ ઉપર કરેલ બળદે હુમલો આજુબાજુના લોકોએ જોતા દોડી આવ્યા હતા.અને તાત્કાલિક ઇજાગ્રસ્ત વૃદ્ધને ફતેપુરા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં પ્રાથમિક સારવાર બાદ ગંભીર ઇજાઓના કારણે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન વેચાતભાઈ બરજોડનું મોત નીપજવા પામેલ હોવાનું જાણવા મળે છે.