Friday, 29/03/2024
Dark Mode

ફતેપુરા તાલુકાના માધવા ગામે આઠમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો..

October 1, 2022
        1244

શબ્બીર સુનેલવાલા, ફતેપુરા

 

ફતેપુરા તાલુકાના માધવા ગામે આઠમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો..

આઠમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ મામલતદાર આર.પી ડીંડોરની અધ્યક્ષતા યોજાયો..

 

દાહોદ તા.01                    

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના માધવા મુકામે આવેલ પ્રાથમિક શાળાના પટાગણમાં મામલતદાર આર.પી ડીંડોર ની અધ્યક્ષતામાં આઠમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તાલુકા વિકાસ અધિકારી વસાવા માધવા ગામના સરપંચ નીલાબેન કમલેશભાઈ કટારા નાયબ મામલતદાર શ એસ એમ ચૌધરી, સોની,રાણા, સહિતના વિસ્તરણ અધિકારી, બારીયા માધવા આરોગ્ય અધિકારી નર્સ બહેનો પશુ ચિકિત્સા ડોક્ટર સંગાડા વિસ્તરણ વિકાસ અધિકારી, ઉમા માધવા ગામના તલાટી,વિજયભાઈ પારગી ગ્રામજનો તેમજ અરજદારો હાજર રહ્યા હતા.આઠમા સેવા સેતુ કાર્યક્રમમાં સરકાર ને લગતી વિવિધ સેવાઓ જેવી કે જાતિના દાખલા આવકના દાખલા રેશનીંગ કાર્ડમાં નામ દાખલ કરવા રેશનીંગ કાર્ડમાં નામ કમી કરવા, રેશનિંગ કાર્ડમાં સુધારો કરવા વિધવા સહાય વૃદ્ધ સહાય આધારકાર્ડ આરોગ્ય લક્ષી સેવાઓ વિગેરે સરકારી સેવાઓનો લાભ અરજદારોએ મેળવેલ હતો.

 

સેવા સેતુ કાર્યક્રમમાં સમાવેશ થયેલા 10 ગામોની યાદી

 

માધવા, ડુંગળાના પાણી,વટલી પીપળીયા,વાંગડ વધવડલા,મોટી શેરો,વાસિયાકુઈ,ફતેગઢી,મોર મહુડી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!