
શબ્બીરભાઈ સુનેલવાલા :- ફતેપુરા
ફતેપુરા તાલુકાના ડુંગરાના પાણી પ્રાથમિક શાળાના નવીનીકરણ માટે આમ આદમી પાર્ટીનું મુખ્યમંત્રીને આવેદન..
મામલતદાર શ્રી ફતેપુરા મારફતે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને કરેલ રજૂઆત.
નાયબ મામલતદાર પુરવઠા શ્રી એસ એમ ચૌધરી આવેદનપત્ર સ્વીકારી ઉચ્ચકક્ષાએ મોકલી આપવાની આપેલ ખાતરી.
આમ આદમી પાર્ટી ફતેપુરા વિધાનસભા પૂર્વ પ્રભારી શ્રી અર્જુનભાઈ માલિવાડ ના નેતૃત્વમાં આપ ફતેપુરા વિધાનસભા સંગઠનમંત્રી શ્રી ધનજીભાઈ બામણિયા, શ્રી આકાશભાઈ ચંદાણા, શક્તિભાઈ ચંદાણા, આપ ગુજરાત પ્રદેશ સચિવ શ્રી જયેશ સંગડાની ઉપસ્થિતિમાં ફતેપુરા મામલતદાર મારફતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ને આવેદનપત્ર આપી ડુંગરાના પાણી પ્રા શાળા બિલકુલ જર્જરિત હોઈ તેના નવીનીકરણ માટે રજુઆત કરાઈ…જો આવનાર સમયમાં આ શાળાનું કામ શરૂ નહીં થાય તો આમ આદમી પાર્ટી સ્થાનિક રહીશો સાથે મળી ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરશે નાયબ મામલતદાર શ્રી એસ.એમ ચૌધરી આવેદન પત્ર સ્વીકારી ઉચ્ચકક્ષાએ મોકલી આપવાની ખાતરી આપેલી હતી