
શબ્બીર સુનેલવાલા :- ફતેપુરા
ફતેપુરા મતદાન મથકની મુલાકાત લેતા મામલતદાર આર.પી ડીંડોર…
મતદાર યાદી સુધારણા નું આજે છેલ્લો દિવસ
બુથ લેવલ ઓફિસરને કરેલ કામગીરીને પ્રશંસા કરીને બિરદાવતા મામલતદાર શ્રી ડીંડોર
ગુજરાત રાજ્ય સહિત તમામ જિલ્લાઓમાં અને તાલુકાઓમાં મતદાર યાદી સુધારણા નો કાર્યક્રમ ચાલી રહેલ છે મતદાર યાદી સુધારણા કાર્યક્રમનો આજે છેલ્લો દિવસ હોય ફતેપુરા મતદાન મથકો પર મતદારો દ્વારા વિવિધ કામગીરી કરવા માટેની ભીડ જોવા મળતી હતી આજરોજ મતદાન મથક 34 35 અને 36 મતદાન મથકની મામલતદાર શ્રી આર પી ડીંડોર મુલાકાત લઇ ફોર્મ નંબર 6 નવીન મતદાર નામ નોંધણી તેમજ ફોર્મ નંબર 7 નામ કમી તથા ફોરમ નંબર 6 બ ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડની લીંક કરવા માટેની જરૂરી માહિતી બુથ લેવલ ઓફિસર શૈલેષભાઈ પ્રજાપતિ કમલેશભાઈ પ્રજાપતિ તેમજ પરિશ્રીત ભાઈ પટેલ ને આપેલ હતી તેમજ બુથ લેવલ ઓફિસરો દ્વારા કરવામાં આવેલ કામગીરીને બિરદાવીને પ્રશંસા કરેલ હતી મામલતદાર શ્રી ડીંડોર સાથે નાયબ મામલતદાર પુરવઠા શ્રી એસ એમ ચૌધરી પણ ઉપસ્થિત રહી જરૂરી સૂચના આપેલ હતી મતદાર યાદી સુધારણા નો આજે છેલ્લો દિવસ હોય નવીન મતદારોના નામ દાખલ કરાવવા મૃત્યુ પામેલા મતદારનું નામ કમી કરાવવા મતદાર યાદીમાં નામોમાં સુધારા વધારા કરવા ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવા માટે મતદારો જોવા મળતા હતા