Thursday, 25/04/2024
Dark Mode

તાલુકા વિકાસ અધિકારીનો વિદાય સમારંભ તેમજ નવા હાજર થયેલા તાલુકા વિકાસ અધિકારીનું સત્કાર સમારંભ યોજાયો

July 1, 2022
        972
તાલુકા વિકાસ અધિકારીનો વિદાય સમારંભ તેમજ નવા હાજર થયેલા તાલુકા વિકાસ અધિકારીનું સત્કાર સમારંભ યોજાયો

શબ્બીર સુનેલવાલા, ફતેપુરા

 

 

તાલુકા વિકાસ અધિકારીનો વિદાય સમારંભ તેમજ નવા હાજર થયેલા તાલુકા વિકાસ અધિકારીનું સત્કાર સમારંભ યોજાયો.

ગુજરાત વિધાનસભાના દંડક શ્રી રમેશભાઈ કટારા ને અધ્યક્ષતામાં યોજાયો

 

 ફતેપુરા તાલુકાના ફતેપુરા તાલુકા પંચાયતના સભાખંડમાં નવીન હાજર થયેલ તાલુકા વિકાસ અધિકારી શ્રી જગતસિંહ ઠાકોર નો સત્કાર સંભાર અને બદલીથી વિદાય થયેલ તાલુકા વિકાસ અધિકારી શ્રી રમેશભાઈ રાઠવા નો વિદાય સમારંભ ગુજરાત વિધાનસભાના દંડક અને આ વિસ્તારના ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારાને અધ્યક્ષતામાં યોજવામાં આવેલ હતો જેમાં દાહોદ જિલ્લા તલાટી કમ મંત્રીશ મંડળના પ્રમુખશ્રી અતુલભાઇ ડોડીયાર ફતેપુરા તાલુકા તલાટી કમ મંત્રી મંડળના પ્રમુખશ્રી મછાર નાયબ તાલુકા વિકાસ અધિકારી શ્રી ગરાસીયા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી વિસ્તરણ અધિકારી શ્રી એમ બી બારીયા તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ તલાટી કમ મંત્રીશ્રીઓ બાબુભાઈ આમલીયાર કનુભાઈ પારગી તાલુકા પંચાયતના સ્ટાફ ગણ તેમજ સરપંચશ્રીઓ હાજર રહ્યા હતા.

ગુજરાત વિધાનસભાના દંડક શ્રી રમેશભાઈ કટારા વિદાય થયેલ તાલુકા વિકાસ અધિકારી શ્રી રાઠવાનું તેમજ નવીન હાજર થયેલ તાલુકા વિકાસ અધિકારી શ્રી ઠાકોરનું પુષ્પગુછ આપી શાળ ઊડાડી સન્માન કર્યું હતું તેમજ પ્રસંગને અનુરૂપ પ્રવચન કરેલું હતું વિદાય થયેલ તાલુકા વિકાસ અધિકારીશ્રી તેમજ નવીન હાજર તાલુકા વિકાસ અધિકારીશ્રીનું દાહોદ જિલ્લા આદિવાસી પરંપરા મુજબ દાહોદ જિલ્લા તલાટી કમ મંત્રી મંડળના પ્રમુખશ્રી અતુલભાઈ ડોડીયાર ચાંદીનો ભોરીયુ પહેરાવી શાલ ઓઢાડીને પુષ્પગુછ શ્રીફળ આપીને સન્માન કર્યું હતું તેમજ હાજર રહેલ તમામ કર્મચારીઓ અધિકારીઓ અને પદાધિકારીઓ ફુલહાર કરી શ્રીફળ આપીને તેમજ સાલ ઓઢાડી ને સન્માન કર્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિસ્તરણ અધિકારી શ્રી એમ બી બારીયા એ કરેલું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!