બાબુ સોલંકી, સુખસર
ફતેપુરા તાલુકાના સુખસર પોલીસ સ્ટેશનની ચાલુ વાન માંથી કૂદકો મારી ભાગી છૂટવાની કોશિશ કરતાં વ્યક્તિને માથામાં ગંભીર ઇજા.
સાગડાપાડાના રહીશ વ્યક્તિએ રાત્રિના સમયે હિંગલા ગામે જઇ બખેડો કરતા સુખસર પોલીસ પોલીસ સ્ટેશનમાં લાવતા સમયે ઇજાગ્રસ્ત યુવાનને ચાલુ ગાડી માંથી કૂદકો માર્યો હતો.
ઇજાગ્રસ્ત યુવાનને સુખસર, દાહોદ સારવાર બાદ વધુ સારવાર માટે વડોદરા રીફર કરાયો.
સુખસર,તા.30
ફતેપુરા તાલુકાના સુખસર પોલીસ સ્ટેશનમાં ગતરાત્રીના સાગડાપાડાનો યુવાન હિંગલા ગામે આવી બખેડો કરતો હોવા બાબતે સુખસર પોલીસ સ્ટેશનમાં મોબાઈલથી જાણ કરતા સુખસર પોલીસ સરકારી ગાડી સાથે હિંગલા ગામે જઇ બખેડો કરતા યુવાનને પોલીસ વાનમાં બેસાડી સુખસર પોલીસ સ્ટેશનમાં આવી રહી હતી.તે દરમિયાન આ યુવાને હિંગલા ગામે ચાલુ ગાડીમાંથી કૂદકો મારતા માથામાં ગંભીર ઇજાઓ પહોંચવા પામી હતી. જેને તાત્કાલિક સુખસર સરકારી દવાખાના બાદ દાહોદ ખસેડાયો હતો. પરંતુ ગંભીર ઈજાઓના કારણે વધુ સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના સાગડાપાડા ગામે રહેતા મહેશભાઈ જેતાભાઇ અમલીયાર ઉંમર વર્ષ 35 ગતરાત્રીના હિંગલા ગામે આવી બખેડો કરતો હોવા બાબતે હિંગલા ગામેથી મોબાઈલ દ્વારા સુખસર પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી.જેના અનુસંધાને સુખસર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ સરકારી પોલીસ વાન લઈ હિંગલા ગામે ગયા હતા.જ્યાંથી મહેશભાઈ અમલીયારને પોલીસ વાનમાં પાછળની સીટમાં બેસાડી સુખસર પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવી રહ્યો હતો.અને તેની પાસે એક હોમગાર્ડ જવાનને પણ બેસાડવામાં આવ્યો હતો.પરંતુ પોલીસના ડરથી આ યુવાન હિંગલા ગામે પોલીસ વાનમાંથી દરવાજો ખોલી કૂદકો મારી ભાગી છૂટવાની કોશિશ કરતા રોડ ઉપર પટકાયેલા આ યુવાનને માથામાં ગંભીર ઇજાઓ પહોંચવા પામી હતી. જેને તાત્કાલિક સુખસર સરકારી દવાખાનામાં લાવી પ્રાથમિક સારવાર બાદ સુખસર પોલીસે સાથે રહી દાહોદ રીફર કર્યો હતો.પરંતુ માથામાં ગંભીર ઈજાઓના કારણે વધુ સારવાર માટે આ યુવાનને વડોદરા એસ.એસ.જી માં રીફર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
આમ,એક સામાન્ય ગુન્હાના કામે પોલીસે પકડેલ વ્યક્તિએ પોલીસ વાન માંથી કૂદકો મારતા ઇજાગ્રસ્ત યુવાનની સારવાર માટે સુખસર પોલીસ ખડે પગે રહી સારવાર કરાવી રહી છે. પરંતુ કોઈપણ ગુન્હાના કામે ઝડપેલ આરોપી પ્રત્યે બેદરકારી દાખવવી તે પોલીસ કર્મચારીની બેદરકારી છતી કરે છે તે નિર્વિવાદ બાબત છે.