
બાબુ સોલંકી, સુખસર
ફતેપુરા તાલુકાના સુખસરના સ્થાનિક લોકોએ ગાંગરડીની સગીરાનો તાત્કાલિક કબજો તેના પિતાને સોપાવી લવજેહાદના આરોપીની ધરપકડ કરી સજા આપવા પી.એસ.આઇને આવેદનપત્ર અપાયું.
સુખસર પોલીસ સ્ટેશનમાં માં તમામ સમાજના 300થી વધુ હિંદુ ભાઈ-બહેનોએ હાજર રહી આવેદનપત્ર આપ્યું.
લવજેહાદના કિસ્સામાં પ્રતિસાદ નહીં મળેતો સમગ્ર હિન્દુ સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની અને તે દરમિયાન કોઇ અનિચ્છનીય ઘટના બને તો તંત્રની જવાબદારી રહેશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી.
સુખસર,તા.29
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ગાંગરડી ગામની સગીર વયની હિન્દુ યુવતીને લઘુમતી કોમના યુવક અપહરણ કરી જતા જિલ્લાના હિન્દુ સમાજ સહિત પંચાલ સમાજના સભ્યોમાં ભારે રોષની લાગણી ફેલાઈ જવા પામી હોવાનું જાણવા મળે છે. અને જિલ્લા પોલીસ વડા,પ્રાંત કલેકટર તાલુકા જે-તે તાલુકાના મામલતદાર સહિત સ્થાનિક પોલીસ સ્ટેશન પી.એસ.આઈ ને આવેદનપત્રો આપી હિન્દુ દિકરીનો કબજો વહેલી તકે પરત તેના પિતાને સોંપી ગુનેગાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા પ્રબળ માંગ ઉઠવા પામેલ હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ગાંગરડી ગામની પંચાલ સમાજની સગીર વયની દીકરીને લઘુમતી કોમના યુવાન દ્વારા સમજાવી,પટાવી,ફોસલાવી (લવ જેહાદ)લગ્ન કરવાના ઇરાદાથી અને ધર્મ પરિવર્તન કરવાના ઇરાદાથી 27. એપ્રિલ-2022ના રોજ દાહોદ સાયન્સ કોલેજથી વિધર્મી યુવક દ્વારા સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું.જેને સમગ્ર હિન્દુ સમાજ અને ખાસ કરીને પંચાલ સમાજ દ્વારા આ કૃત્યને સખત શબ્દોમાં વખોડી કાઢી હિન્દુ સગીરાનો પત્તો મેળવી પરિવારને સુપ્રત કરવા તથા વિધર્મી યુવક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લાગણી આવેદનપત્રમાં વ્યક્ત કરવામાં આવી છે.અને જણાવવામાં આવ્યું છે કે,આ કિસ્સામાં પ્રતિસાદ નહીં મળે તો સમગ્ર હિન્દુ સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની અને તે દરમિયાન કોઇ પણ અનિચ્છનીય ઘટના બનશેતો તેની તમામ જવાબદારી તંત્રની રહેશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હોવાનું જાણવા મળે છે.
આમ,ગાંગરડી ગામની લવ જેહાદની ઘટનામાં જિલ્લાના ખૂણે- ખૂણે થી હિન્દુ સમાજનો રોષ વ્યક્ત થઈ રહ્યો હોવાનું જાણવા મળે છે.અને આવેદનપત્રો આપવામાં આવી રહ્યા છે.ત્યારે વહીવટી તંત્રોએ આ કિસ્સામાં તાત્કાલિક ધ્યાન આપી જિલ્લાની સુલેહ અને શાંતિ જળવાઈ રહે તે હેતુથી સગીરાની શોધખોળ કરી આરોપીની ધરપકડ કરવી ખૂબ જ જરૂરી જણાય છે.